જાહેરાત
તાજા સમાચાર
ભાવનગરમાં ઝેરી દારૂથી વધુ એક મોત, બે સામે હત્યાનો ગુનો | જૂનાગઢ પોલીસમાં મોટો ફેરફાર, 17 અધિકારીઓની આંતરિક બદલી | ધ્રોલ-વાગુદળ રોડ પર અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ | પેટ્રોલ-ડીઝલના ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ, કરોડોની આવક | કેગ રિપોર્ટમાં જળ જીવન મિશનની પોલ ખૂલી: 34% ગ્રામીણ ઘરો હજુ નળ જોડાણથી વંચિત | CSR અંતર્ગત SBIની સરાહનીય પહેલ, વિશ્રામવાડી PHCને ₹2.80 લાખના લેબર રૂમ સાધનોનું દાન | પર્યુષણ પર્વના પાંચમા દિવસે મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી | 6 વર્ષ બાદ ભારત-ચીન સીધી ફ્લાઇટ ફરી શરૂ, 21 સપ્ટેમ્બરથી દિલ્હી-ગ્વાંગઝૂ સેવા | પુતિનનો G7 પર પ્રહાર: ‘વિશ્વની આર્થિક શક્તિ હવે BRICS તરફ વળી રહી છે’ | જાણો, તા. ૧૨ સપ્ટેમ્બર, શનિવાર અને ભાદરવા સુદ એકમનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૨૬ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

આંતરરાષ્ટ્રીય પુતિનનો G7 પર પ્રહાર: ‘વિશ્વની આર્થિક શક્તિ હવે BRICS તરફ વળી રહી છે’

પુતિનનો G7 પર પ્રહાર: ‘વિશ્વની આર્થિક શક્તિ હવે BRICS તરફ વળી રહી છે’

નવી દિલ્હીમાં યોજાયેલી ‘BRICS બિઝનેસ સમિટ 2026’ને સંબોધતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોના G7 જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. પુતિને વૈશ્વિક અર્થતંત્રમાં G7ની ઘટતી ભાગીદારી સામે BRICS દેશોની વધતી આર્થિક શક્તિનો ઉલ્લેખ કરી વિશ્વની બદલાતી આર્થિક વ્યવસ્થા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વ હાલમાં ઊંડા અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.

પુતિને BRICS દેશો વચ્ચેના મજબૂત બિઝનેસ સંબંધોને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના કુલ GDPમાં 40 ટકાથી વધુ ઉત્પાદન BRICS દેશોએ કર્યું છે, જ્યારે G7 દેશોનો હિસ્સો આશરે 29 ટકા રહ્યો છે. પુતિને G7ને ‘ગ્રેટ-7’ કહેવા અંગે પણ કટાક્ષ કરતાં પશ્ચિમી દેશોના આર્થિક પ્રભુત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને હાજર લોકોએ તાળીઓથી વધાવ્યું હતું.

રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસમાં અડધાથી વધુ યોગદાન BRICS દેશોનું રહ્યું છે, જ્યારે G7નો હિસ્સો માત્ર 18 ટકા જેટલો રહ્યો છે. તેમણે કહ્યું કે આ આંકડા વૈશ્વિક અર્થતંત્રમાં શક્તિના બદલાતા સંતુલન તરફ સંકેત આપે છે. BRICS દેશો પાસે વિશ્વની 50 ટકાથી વધુ વસતી હોવાથી તેમને વિશાળ અને ઝડપથી વિકસતા સ્થાનિક બજારોનો લાભ મળે છે.

પુતિનના જણાવ્યા પ્રમાણે, 20મી સદીના બીજા ભાગમાં વૈશ્વિક આર્થિક વિકાસના મુખ્ય કેન્દ્ર રહેલા જૂના પશ્ચિમી દેશોની સામે હવે નવા ‘ગ્રોથ એન્જિન’ ઊભરી રહ્યા છે. BRICS દેશોની મોટી વસતી, સ્થાનિક માંગ અને વધતી આર્થિક પ્રવૃત્તિ તેમને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક આપે છે. આ બદલાવ આગામી સમયમાં વૈશ્વિક વેપાર અને રોકાણના માળખા પર પણ અસર કરી શકે છે.

જોકે પુતિને પશ્ચિમી દેશોની ક્ષમતાને સંપૂર્ણપણે નકારી નહોતી. તેમણે સ્વીકાર્યું કે પશ્ચિમ પાસે હજુ પણ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેક્નોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો છે. પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે પરિવર્તન અર્થતંત્ર અને પ્રકૃતિ બંનેનો મૂળભૂત નિયમ છે. તેમના મતે, વિશ્વનું આર્થિક અને વ્યૂહાત્મક સંતુલન હવે ધીમે ધીમે નવા કેન્દ્રો તરફ આગળ વધી રહ્યું છે અને BRICS તેની મહત્વપૂર્ણ ધરી બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ