જાહેરાત
તાજા સમાચાર
અમદાવાદમાં રિક્ષા-ટેક્સીની 4 દિવસની હડતાળ, મુસાફરોની મુશ્કેલી વધશે | ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ | દિલ્હીમાં મોતના મકાનો: એક વર્ષમાં 6 મોટી દુર્ઘટનાઓ, 35 લોકોના મોત છતાં તંત્ર હજુ નિષ્ક્રિય. | ગુજરાતના ખેડૂતો પર 74 હજાર કરોડથી વધુ દેવું: વધતા ખર્ચ, કુદરતી આફતો અને અધૂરી આશાઓ વચ્ચે ખેતીનું વધતું સંકટ. | કોલા અને પાણી બાદ હવે ₹10માં આઈસ્ક્રીમ! અંબાણીએ ‘બોમ્બે ક્રીમરી’થી બજારમાં એન્ટ્રી | ગુજરાતમાં જળાશયોની ચિંતાજનક સ્થિતિ: ગયા વર્ષે 86 ડેમ છલોછલ, આ વર્ષે માત્ર 20 જ ભરાયા. | દુનિયાનો નકશો બદલાશે! UNએ ‘Equal Earth’ નકશાને આપી મંજૂરી | ગુજરાતમાં વધતું નશાનું દૂષણ: અંદાજે 40 લાખ લોકો વ્યસનના શિકાર. | રાજકોટ-સોમનાથ રેલવે સેક્શનમાં બ્લોક: 8 સપ્ટેમ્બરે ટ્રેન વ્યવસ્થામાં ફેરફાર. | મોંઘવારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો: હવે 3 કિલોના બદલે માત્ર 1 કિલો ચોખા. |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૧૦ વાર જોવાયેલ 52 મિનિટ પેહલા

આંતરરાષ્ટ્રીય દુનિયાનો નકશો બદલાશે! UNએ ‘Equal Earth’ નકશાને આપી મંજૂરી

દુનિયાનો નકશો બદલાશે! UNએ ‘Equal Earth’ નકશાને આપી મંજૂરી

દુનિયાનો નકશો હવે પહેલાં જેવો નહીં રહે! સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ‘Equal Earth’ નામના નવા વિશ્વ નકશાના ઉપયોગને સમર્થન આપ્યું છે. આ નકશામાં ખંડોનું કદ એકબીજાની સરખામણીએ તેમના વાસ્તવિક ક્ષેત્રફળની વધુ નજીક દેખાશે.

પ્રસ્તાવના સમર્થનમાં 164 દેશોએ મતદાન કર્યું, જ્યારે 6 દેશો મતદાનથી દૂર રહ્યા. અમેરિકા એકમાત્ર દેશ રહ્યું, જેણે પ્રસ્તાવનો વિરોધ કર્યો.

હાલમાં સૌથી વધુ જાણીતા મર્કેટર પ્રોજેક્શનમાં ધ્રુવોની નજીકના પ્રદેશો વાસ્તવિક કદ કરતાં મોટા દેખાય છે. જેના કારણે યુરોપ, ઉત્તર અમેરિકા અને ખાસ કરીને ગ્રીનલેન્ડનું કદ આફ્રિકા કરતાં ઘણું મોટું દેખાય છે. હકીકતમાં, આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણું મોટું છે.

1569માં ગેરાર્ડસ મર્કેટરે આ નકશો તૈયાર કર્યો હતો. તે સમયે નાવિકો માટે સમુદ્રમાં દિશા જાળવવી મહત્વપૂર્ણ હોવાથી નકશામાં દિશાઓ અને માર્ગોને સીધી રેખામાં દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ગોળ પૃથ્વીને સપાટ નકશા પર દર્શાવતાં ખંડોના કદમાં વિકૃતિ સર્જાઈ.

2018માં તૈયાર કરાયેલા Equal Earth પ્રોજેક્શનમાં આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ એશિયા અને ઓશનિયા જેવા વિસ્તારો તેમના વાસ્તવિક કદની વધુ નજીક દેખાય છે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકાનું કદ પ્રમાણમાં નાનું દેખાય છે.

પ્રસ્તાવના સમર્થક ટોગોના વિદેશ મંત્રી રોબર્ટ ડુસીએ જણાવ્યું કે નકશા માત્ર ભૂગોળ સમજવાનું સાધન નથી, પરંતુ તે બાળકોના શિક્ષણ અને દુનિયાને જોવાના દૃષ્ટિકોણને પણ અસર કરે છે.

જોકે, અમેરિકાએ આ નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકન પ્રતિનિધિએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દુનિયા અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર 16મી સદીના નકશા પર ચર્ચા કેમ કરી રહ્યું છે.

હવે UNએ સભ્ય દેશોને મર્કેટર પ્રોજેક્શનની જગ્યાએ Equal Earth નકશાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. એટલે કે આવનારા સમયમાં વિશ્વનો નકશો આપણને વધુ ‘વાસ્તવિક કદ’માં જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ