જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૧૬૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ક્રાઇમ મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, જામનગર SOGની કાર્યવાહી.

મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા, જામનગર SOGની કાર્યવાહી.

જામનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મેઘપર ગામમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરી પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેમની પાસેથી વિવિધ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલ સાધનો મળી કુલ રૂ. 8,174નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) **શ્રી નિર્લિપ્ત રાય (IPS)**ના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ મોહન સૈનીના નિર્દેશ અનુસાર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત SOGના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન SOG સ્ટાફને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના મેઘપર ગામની પતરાવાળી માર્કેટ અને મચ્છી માર્કેટ વિસ્તારમાં શ્રીમંતો પશુપતિ બિસ્વાસ અને અવિજીત બિસ્વાસ નામના બે વ્યક્તિઓ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વિના દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી રહ્યા છે તેમજ તેમને વિવિધ દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે રૂપિયા વસૂલ કરી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી લાયકાત અથવા ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમના કબજામાંથી વિવિધ કંપનીઓની દવાઓ, ઇન્જેક્શન, ટેબલેટ, સ્ટેથોસ્કોપ, બ્લડ પ્રેશર માપવાનું મશીન સહિત મેડિકલ સાધનો મળી કુલ રૂ. 8,174નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં શ્રીમંતો પશુપતિ બિસ્વાસ, હાલ રહેવાસી મેઘપર ગામ (મૂળ પશ્ચિમ બંગાળ) અને અવિજીત અવિર બિસ્વાસ, હાલ રહેવાસી મેઘપર ગામ (મૂળ પશ્ચિમ બંગાળ)નો સમાવેશ થાય છે. બંને સામે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125 હેઠળ અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આવા બોગસ તબીબો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ