ફૂડ વેજ પાસ્તાની જગ્યાએ નોનવેજ પીરસાયાનો ગ્રાહકનો આક્ષેપ...
જામનગર શહેરની નામાંકિત લેમન ટ્રી હોટલ સામે એક ગ્રાહકે ગંભીર આક્ષેપ, ગ્રાહકના જણાવ્યા મુજબ, ઝોમેટો મારફતે વેજ પાસ્તાનો ઓર્ડર આપવામાં આવ્યો, પરંતુ ડિલિવરી મળ્યા બાદ તેમાં નોનવેજના ટુકડા જોવા મળ્યા હોવાનું જણાવ્યુ, આ ઘટનાને લઈને ગ્રાહકે ભારે નારાજગી વ્યક્ત કરી, મળતી માહિતી મુજબ, ગત રોજ ગ્રાહકે ઝોમેટો એપ્લિકેશન દ્વારા ઓર્ડર આપ્યો,

ઓર્ડર ખાસ કરીને વેજ કેટેગરી હેઠળ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું, ગ્રાહકે જણાવ્યું કે પેકેટ ખોલ્યા બાદ ખોરાકમાં શંકાસ્પદ ટુકડા જોવા મળ્યા, પછી તપાસ કરતાં તે નોનવેજ હોવાનો આક્ષેપ, ખાસ કરીને આ ઘટના નિર્જળા એકાદશીના દિવસે બની હોવાનો દાવો કરવામાં આવ્યો, ગ્રાહક પવિત્ર નિર્જળા એકાદશીનું વ્રત પાળતા હોવાનું જણાવ્યું, વ્રત ખોલવા માટે તેમણે શાકાહારી ભોજન મંગાવ્યું, પરંતુ તેના બદલે નોનવેજ પીરસાતા ધાર્મિક લાગણી દુભાઈ, ગ્રાહકે આ ઘટનાને માત્ર બેદરકારી નહીં પરંતુ ગંભીર ભૂલ ગણાવી, તેમણે જણાવ્યું કે વેજ ભોજનની જગ્યાએ નોનવેજ આપવું અસ્વીકાર્ય, ખાસ ધાર્મિક દિવસે આવી ઘટના બનતા વધુ દુઃખ થયું, આ મામલે જવાબદારી નક્કી કરવાની માંગ.....

ગ્રાહકના જણાવ્યા મુજબ, પાસ્તામાં નોનવેજના ટુકડા સ્પષ્ટ રીતે જોવા મળ્યા, આ જોઈ તેમને ભારે આઘાત લાગ્યો હોવાનું જણાવ્યું, તેમણે પોતાના ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી વ્યક્ત, આક્ષેપ બાદ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો, આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ, વેજ અને નોનવેજ ઓર્ડર અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત જણાવાઈ, ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં ચોકસાઈ જાળવવી મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે.
ગ્રાહકોએ પણ ઓર્ડર ચકાસવાની જરૂરિયાત અનુભવાઈ રહી, હાલ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા, લેમન ટ્રી હોટલ સામે વેજની જગ્યાએ નોનવેજ પીરસવાનો મુદ્દો ઉઠ્યો, ઝોમેટો મારફતે આપવામાં આવેલા ઓર્ડર અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા, મામલો હવે શહેરમાં ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યો.........