જાહેરાત
તાજા સમાચાર
ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ | ૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડ..... | ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન | જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર..... | મહોરમ દરમિયાન જામનગર પોલીસની કડક કાર્યવાહી: જાહેરમાં છરી-કોયતા સાથે ફરતા 8 શખ્સો ઝડપાયા, સોશિયલ મીડિયા વીડિયો બન્યો પુરાવો. | મહારાષ્ટ્ર TET પરીક્ષા પેપર લીકનો મહાકાંડ! | જામનગરના ફિયોનિકા સોસાયટી હત્યા કેસમાં નવો વળાંક: 80 વર્ષીય આહીર વૃદ્ધની હત્યાના આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ. | કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે વિવાદ લોહિયાળ બન્યો: પિતા-પુત્ર પર લાકડાના ઘોકા અને છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી. | અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કડક પ્રહાર! કહ્યું – ‘આધુનિક રાવણોને ભગવાન પણ મહાદંડ આપશે’ | જામનગરમાં 5 હજારથી વધુ મરઘીના બચ્ચાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ: જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પશ્ચિમ બંગાળના નેટવર્કનો ભાંડો ફોડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૩૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે વિવાદ લોહિયાળ બન્યો: પિતા-પુત્ર પર લાકડાના ઘોકા અને છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી.

કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે વિવાદ લોહિયાળ બન્યો: પિતા-પુત્ર પર લાકડાના ઘોકા અને છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામમાં માતાજીનું ડાકલું લેવા જેવી સામાન્ય બાબતને લઈને થયેલી બોલાચાલી બાદ વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બે શખ્સોએ યુવાન અને તેના પિતા પર લાકડાના ઘોકા તથા છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલા બાદ બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું 

ડાકલું સવારે આપવા કહેતાં શરૂ થયો વિવાદ

પોલીસ ફરિયાદ મુજબ, જશાપર ગામમાં રહેતા અમિતભાઈ ચંદ્રેશભાઈ મકવાણાના ઘરે ગામના જ રાઘવ હરસુખભાઈ મકવાણા માતાજીનું ડાકલું લેવા માટે પહોંચ્યા તે સમયે અમિતભાઈના પિતા ચંદ્રેશભાઈ મકવાણાએ તેમને ડાકલું હાલ નહીં પરંતુ સવારે આપવા જણાવ્યું હતું. આ વાતને લઈને રાઘવ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી તેમજ તેમના પિતાને અપશબ્દો બોલી ત્યાંથી જતો રહ્યો હતો.

થોડા સમય બાદ હથિયારો સાથે ઘરે ધસી આવ્યા

ફરિયાદ અનુસાર, થોડા સમય બાદ રાઘવ હરસુખભાઈ મકવાણા હાથમાં લાકડાનો ઘોકો લઈને અને તેની સાથે કરણ ભલુભાઈ મકવાણા હાથમાં છરી લઈને ફરિયાદીના ઘરે ફરી પહોંચ્યા ઘરે પહોંચતાની સાથે જ બંને આરોપીઓએ ફરીથી ગાળો બોલવાનું શરૂ કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મામલો ઉગ્ર બનતાં બંનેએ હુમલો કર્યો હતો.

છરીના ઘાથી યુવાન લોહીલુહાણ

આરોપ છે કે કરણ મકવાણાએ હાથમાં રહેલી છરી વડે અમિતભાઈના કપાળના ડાબા ભાગે, આંખની ઉપર ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા આ ઉપરાંત બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારી વધુ ઇજાઓ પહોંચાડી 

પિતા પર લાકડાના ઘોકાથી હુમલો

હુમલા દરમિયાન રાઘવ મકવાણાએ ફરિયાદીના પિતા ચંદ્રેશભાઈ પર લાકડાના ઘોકાથી હુમલો કરી શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચાડી પિતા-પુત્ર પર થયેલા આ હુમલાથી પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો 

'જીવતા નહીં મૂકીએ' કહી ધમકી આપી

હુમલો કર્યા બાદ બંને આરોપીઓએ ફરિયાદી અને તેમના પિતાને ધમકી આપતાં જણાવ્યું હતું કે, "આગળથી અમારી સાથે માથાકૂટ કરશો તો જીવતા નહીં મૂકીએ." આ ધમકીના કારણે પીડિત પરિવાર વધુ ગભરાઈ ગયો હતો અને આખરે પોલીસનો સંપર્ક કર્યો 

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓ સામે જાહેરનામાનો ભંગ, હથિયાર સાથે હુમલો, ઇજા પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી પોલીસ દ્વારા ઘટનાસ્થળની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે તેમજ બંને આરોપીઓની ભૂમિકા અને હુમલાના ચોક્કસ કારણોની પણ તપાસ કરવામાં આવી રહી આ બનાવે ફરી એકવાર સામાન્ય બોલાચાલી અને ધાર્મિક પ્રસંગને લગતી નાની બાબતો પણ ક્યારેક હિંસક સ્વરૂપ ધારણ કરી શકે છે તેવો ચિંતાજનક સંદેશ આપ્યો છે. પોલીસે લોકોને કોઈપણ વિવાદને કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ