જાહેરાત
તાજા સમાચાર
કડોદરા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે જનઆક્રોશ: પ્રિયંકા ગ્રીન સિટીમાં પાણી ભરાતા રહીશોએ કચેરીનો ઘેરાવ કર્યો, | જામનગરમાં બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી: LCBની દરોડાકાર કાર્યવાહી બાદ યશપાલસિંહ જાડેજાને સુરતની લાજપોર જેલમાં મોકલાયો | E20 પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત, ખોટી માહિતીથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી | વિભાપર ગામેથી 12 વર્ષની સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો, CCTV અને ટેક્નિકલ પુરાવાના આધારે બેડી મરીન પોલીસની સઘન તપાસ | જામનગરમાં પાણીની લાઇન માટે ખાડો ખોદવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો: મહિલા સહિત ત્રણ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો | જામજોધપુરના બે પોલીસ કર્મચારીઓને લાંચ કેસમાં એક વર્ષની જેલ: 13 વર્ષ જૂના કેસમાં અદાલતનો દોષિત ઠેરવતો ચુકાદો | જામનગરમાં 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી કરુણ અવસાન: નાની ઉંમરે હૃદયરોગના વધતા બનાવોએ વધારી ચિંતા | ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’નું લોન્ચિંગ: ગુજરાતને દેશનું ડેટા હબ બનાવવા રાજ્ય સરકારનો મહત્ત્વાકાંક્ષી રોડમેપ | ગેરકાયદે બાંધકામો પર સુપ્રીમ કોર્ટનો કડક પ્રહાર: "હવે માત્ર બિલ્ડરો નહીં, જવાબદાર અધિકારીઓ પણ જશે જેલ", વ્યક્તિગત જવાબદારી નક્કી કરવાની ચેતવણી. | મેલબોર્નમાં પીએમ મોદીનું ઐતિહાસિક સંબોધન: 30 હજાર ભારતીયોની હાજરીમાં ગુંજ્યા ‘મોદી-મોદી’ના નારા, કહ્યું – ‘આ મારી નહીં, ભારતની જીત’ |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૩૨ વાર જોવાયેલ 15 કલાક પેહલા

ઈન્ડિયા કરોડો EPFO ખાતાધારકો માટે ખુશખબર: PF પર 8.25% વ્યાજ મળશે, ખાતામાં જલ્દી જમા થશે રકમ; આ રીતે તરત ચેક કરો તમારું બેલેન્સ.

કરોડો EPFO ખાતાધારકો માટે ખુશખબર: PF પર 8.25% વ્યાજ મળશે, ખાતામાં જલ્દી જમા થશે રકમ; આ રીતે તરત ચેક કરો તમારું બેલેન્સ.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 માટે EPF જમા રકમ પર 8.25 ટકા વ્યાજ જમા કરવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ હવે EPFO સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે EPFOએ EPF જમા રકમ પર 8.25 ટકા વ્યાજદર યથાવત રાખ્યો છે. અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા આ દરને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ જૂન મહિનામાં નાણા મંત્રાલયે પણ તેને અંતિમ મંજૂરી આપી હતી.

ઝડપથી જમા થશે વ્યાજની રકમ, EPFOએ તાજેતરમાં પોતાના ડેટાબેઝનું એકીકરણ અને સોફ્ટવેર અપગ્રેડેશનનું મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. નવી ટેક્નોલોજીના અમલ બાદ વ્યાજની ગણતરી અને ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. પરિણામે, અગાઉની સરખામણીએ આ વખતે સભ્યોના ખાતામાં વ્યાજની રકમ વધુ ઝડપથી જમા થવાની શક્યતા,કરોડો કર્મચારીઓને મળશે સીધો લાભ, દેશભરના કરોડો પગારદાર કર્મચારીઓ EPF યોજનાના સભ્ય છે. દર મહિને કર્મચારી અને નિયોજક દ્વારા PF ખાતામાં જમા થતી રકમ પર EPFO દર વર્ષે વ્યાજ આપે છે. 8.25 ટકા વ્યાજનો દર યથાવત રાખવાના નિર્ણયથી લાખો પરિવારોને સીધો લાભ મળશે.

તમારું PF બેલેન્સ આ 4 સરળ રીતથી ચેક કરો

જો તમારો UAN (Universal Account Number) સક્રિય છે અને મોબાઇલ નંબર EPFO સાથે નોંધાયેલો છે, તો તમે સરળતાથી તમારું PF બેલેન્સ જાણી શકો છો.

1. SMS દ્વારા બેલેન્સ જાણો

તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પરથી SMSમાં લખો:

EPFOHO UAN ENG

(ગુજરાતીમાં માહિતી માટે છેલ્લે GUJ પણ લખી શકાય.)

આ SMS 7738299899 નંબર પર મોકલો. થોડા જ સમયમાં તમારા PF ખાતાની વિગતો SMS દ્વારા મળી જશે.

2. મિસ્ડ કોલ દ્વારા

તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ આપો.

બે રિંગ બાદ કોલ આપમેળે કટ થઈ જશે અને તમારા મોબાઇલ પર PF બેલેન્સની વિગતો સાથેનો મેસેજ પ્રાપ્ત થશે.

3. EPFO Member Passbook પોર્ટલ પરથી

  • EPFO Member Passbook વેબસાઇટ પર જાઓ.
  • UAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરો.
  • ત્યારબાદ તમારો PF એકાઉન્ટ પસંદ કરો.
  • તમારી પાસબુકમાં જમા રકમ, વ્યાજ અને કુલ બેલેન્સની સંપૂર્ણ માહિતી જોઈ શકશો.

4. UMANG એપ દ્વારા

  • મોબાઇલમાં UMANG App ઇન્સ્ટોલ કરીને લોગિન કરો.
  • All Services માં જઈ EPFO પસંદ કરો.
  • ત્યારબાદ Employee Centric Services હેઠળ View Passbook વિકલ્પ પર ક્લિક કરો.
  • UAN નંબર દાખલ કરીને OTP વેરિફિકેશન પૂર્ણ કરો.
  • ત્યારબાદ તમારા PF ખાતાનું વર્તમાન બેલેન્સ અને વ્યાજની વિગતો સ્ક્રીન પર જોઈ શકશો.

કર્મચારીઓ માટે મહત્વની વાત

જો તમારો UAN હજુ સુધી સક્રિય નથી અથવા મોબાઇલ નંબર EPFO સાથે લિંક નથી, તો પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. ત્યારબાદ જ SMS, મિસ્ડ કોલ અથવા ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકાશે.

EPFOની નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ કરોડો ખાતાધારકોને વ્યાજની રકમ ઝડપથી જમા થવાની અપેક્ષા છે, જેના કારણે સભ્યોને પોતાના PF ખાતાની અપડેટેડ વિગતો સમયસર ઉપલબ્ધ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ