જાહેરાત
તાજા સમાચાર
તહેવાર આવ્યા, ભાવવધારો લાવ્યા! મોંઘવારીનો માર, સામાન્ય પરિવારના ખિસ્સા પર વધ્યો બોજ | KFC, મેકડોનાલ્ડ્સ સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સને FSSAIની નોટિસ | જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૯ વાર જોવાયેલ એક મહિનો પેહલા

મારું શહેર જામનગરમાં જિલ્લા સલામતી સપ્તાહની ઉજવણી: PGVCL દ્વારા વીજ સલામતી જાગૃતિ રેલી યોજાઈ.

જામનગરમાં જિલ્લા સલામતી સપ્તાહની ઉજવણી: PGVCL દ્વારા વીજ સલામતી જાગૃતિ રેલી યોજાઈ.

જામનગર: જિલ્લા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગુરુવારે શહેરમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં વીજ સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ વીજ અકસ્માતોને રોકવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માહિતી પહોંચાડવાનો હતો.

આ જાગૃતિ રેલીનું પ્રસ્થાન જામનગરના લાલ બંગલા સ્થિત PGVCLની વીજ કચેરી પરથી કરવામાં આવ્યું હતું. રેલીમાં PGVCLના અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ અને અન્ય સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરી રેલી દ્વારા લોકોને વીજ સલામતી અંગે વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રેલીનું સમાપન ફરી લાલ બંગલા સ્થિત વીજ કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

રેલી દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ નાગરિકોને વીજળીનો સુરક્ષિત ઉપયોગ કરવા, વીજ લાઇન અને વીજ ઉપકરણો સાથે બેદરકારી ન રાખવા, વરસાદી ઋતુ દરમિયાન વીજ અકસ્માતોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ રાખવા તેમજ કોઈપણ વીજ સંબંધિત જોખમજનક પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક વીજ વિભાગને જાણ કરવાની અપીલ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે જિલ્લા સલામતી સપ્તાહ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજીને નાગરિકોને સલામતીના નિયમો વિશે માહિતગાર કરવામાં આવે છે. વીજ અકસ્માતો મોટાભાગે બેદરકારીના કારણે બનતા હોવાથી લોકોમાં સલામતી અંગેની સમજ વધે તે ખૂબ જરૂરી છે.

PGVCL દ્વારા આયોજિત આ રેલી દરમિયાન વીજ સલામતી સંબંધિત સૂત્રો અને સંદેશાઓ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સલામતી પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો અને વીજળીના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃત કરવાનો હતો.

જિલ્લા સલામતી સપ્તાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમને નાગરિકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. PGVCLએ આગામી સમયમાં પણ આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સલામત અને અકસ્માતમુક્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ