જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૩૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ રક્ષાબંધન પહેલાં પશુપાલક બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ!

રક્ષાબંધન પહેલાં પશુપાલક બહેનોને બનાસ ડેરીની મોટી ભેટ!

બનાસ ડેરીએ જાહેર કર્યો ₹2,239 કરોડનો ઐતિહાસિક ભાવફેર

રક્ષાબંધનના તહેવાર પહેલાં બનાસકાંઠા સહિતના પશુપાલકો માટે બનાસ ડેરી દ્વારા મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીએ કુલ ₹2,239 કરોડનો ઐતિહાસિક ભાવફેર જાહેર કર્યો છે.

બનાસ ડેરીના આ નિર્ણયનો લાભ 4 લાખથી વધુ પશુપાલકોને મળશે. ડેરી દ્વારા દૂધના ભાવમાં 18.4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ભાવફેરની આ મોટી રકમ સીધી રીતે પશુપાલકો સુધી પહોંચશે, જેના કારણે ખાસ કરીને પશુપાલન સાથે સંકળાયેલી બહેનોને આર્થિક લાભ મળશે.

રક્ષાબંધન જેવા પર્વ પહેલાં મળેલી આ ભેટથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બનાસ ડેરીના આ નિર્ણયને પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ