જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૫૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ રૂ.27 લાખનું વીજ બિલ જોઈ ગ્રાહકના હોશ ઉડી ગયા!

રૂ.27 લાખનું વીજ બિલ જોઈ ગ્રાહકના હોશ ઉડી ગયા!

બે રૂમના મકાનમાં રહેતા ગ્રાહકને 753 રૂપિયાના બિલના બદલે મળ્યું રૂ.27,02,898નું બિલ

બિહારના નવાદા જિલ્લામાં વીજ કંપનીની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે રૂમના સામાન્ય મકાનમાં રહેતા કુંદન કુમાર નામના ગ્રાહકને ઓનલાઈન વીજ બિલમાં અચાનક રૂ.27 લાખ 2 હજાર 898ની રકમ દર્શાવવામાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

પીડિત ગ્રાહકના જણાવ્યા મુજબ, તેમના ઘરમાં વીજળીના ઉપયોગ માટે માત્ર બે બલ્બ અને એક ટેબલ ફેન છે. ઘરમાં AC સહિત કોઈ મોટું વીજ ઉપકરણ પણ નથી. અગાઉ તેમને રૂ.753નું વીજ બિલ મળ્યું હતું, જેને લઈને તેમણે વીજ વિભાગમાં ફરિયાદ કરી હતી.

પરંતુ રૂ.753નું બિલ સુધારવાને બદલે ઓનલાઈન સિસ્ટમમાં અચાનક લાખો રૂપિયાનું બિલ દર્શાવવામાં આવતા ગ્રાહક ફરી વીજ કાર્યાલય પહોંચ્યા હતા અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.

મામલો સામે આવ્યા બાદ વીજ વિભાગે તપાસ હાથ ધરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ બિલમાં સુધારો કરી આપવાની ખાતરી ગ્રાહકને આપવામાં આવી છે.

આ ઘટનાએ વીજ બિલિંગ વ્યવસ્થાની ચોકસાઈ સામે પણ સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને સામાન્ય પરિવારના મકાનમાં આટલી મોટી રકમનું બિલ કેવી રીતે જનરેટ થયું તે અંગે હવે વીજ વિભાગની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ