જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગર એસટી ડેપોના નિવૃત્ત ડ્રાઈવર જે.ડી. ગોહિલનું સન્માન.

જામનગર એસટી ડેપોના નિવૃત્ત ડ્રાઈવર જે.ડી. ગોહિલનું સન્માન.

જામનગર એસટી ડેપોના ડ્રાઈવર શ્રી જે.ડી. ગોહિલ નિવૃત્ત થતાં તેમના માન-સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર વિભાગ એસટી મજૂર સંઘના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં તેમને ભાવભીનુ વિદાય સન્માન આપવામાં આવ્યું.

આ પ્રસંગે જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી ભીમશીભાઈ ચાવડા, પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ગોહિલ, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ, આગેવાન વાળા ભાઈ, આગેવાન સુરેશભાઈ પરમાર, આગેવાન રાકેશગીરી તથા આગેવાન લગધીરસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત ડ્રાઈવર શ્રી જે.ડી. ગોહિલને મા આશાપુરાની છબી અર્પણ કરવામાં આવી હતી તેમજ શાલ ઓઢાડીને તેમના લાંબા અને નિષ્ઠાપૂર્વકના સેવાકાળની કદરરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ તેમના ઉજ્જવળ સ્વાસ્થ્ય અને સુખમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ