જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩૩ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જૂનાગઢ મનપાની બેદરકારીનો ગંભીર આક્ષેપ: ઝાડ કાપતી વખતે 20 વર્ષીય શ્રમિકનું મોત.

જૂનાગઢ મનપાની બેદરકારીનો ગંભીર આક્ષેપ: ઝાડ કાપતી વખતે 20 વર્ષીય શ્રમિકનું મોત.

જૂનાગઢ શહેરમાં ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી દરમિયાન 20 વર્ષીય શ્રમિકનું દુઃખદ મોત થતાં ભારે શોક અને આક્રોશ ફેલાયો છે. ઘટનાને લઈને મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી હોવા છતાં, સ્થળ પર સીધા મજૂરોને બોલાવીને જોખમી કામગીરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ દરમિયાન યુવકને કોઈપણ પ્રકારની જરૂરી સેફ્ટી કિટ કે સુરક્ષા સાધનો વિના ઊંચા ઝાડ પર ચઢીને ડાળીઓ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

પ્રારંભિક માહિતી અનુસાર, યુવક શરૂઆતમાં ઓછી ઊંચાઈએ કામ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં વધુ ઊંચે ચડીને ડાળીઓ કાપવા માટે કહેવામાં આવ્યું હતું. આશરે 40થી 50 ફૂટની ઊંચાઈએ કામ કરતી વખતે સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને કામગીરીમાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે અંગે તપાસની માંગ ઉઠી રહી છે.

ઘટનાના પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ જવાબદારી અને અન્ય તથ્યો સ્પષ્ટ થઈ શકશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ