જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગર લોકમેળામાં ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગનું સઘન ચેકિંગ.

જામનગર લોકમેળામાં ફાયર સેફ્ટી અંગે ફાયર વિભાગનું સઘન ચેકિંગ.

જામનગરમાં ચાલી રહેલા લોકમેળામાં આજે ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફ્ટીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેળામાં આગ જેવી કોઈપણ આકસ્મિક ઘટના ન બને અને મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત રહે તે હેતુથી વિવિધ સ્ટોલ, ફૂડ ઝોન, ઇલેક્ટ્રિકલ કનેક્શન તેમજ અગ્નિશામક સાધનોની તપાસ કરવામાં આવી હતી.

 

ફાયર વિભાગના અધિકારીઓએ સ્ટોલ સંચાલકોને આગથી બચાવ માટે જરૂરી સાવચેતી રાખવા, ફાયર એક્સટિંગ્વિશર કાર્યરત સ્થિતિમાં રાખવા તેમજ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોવાથી સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા સમયાંતરે આવી ચકાસણી ચાલુ રાખવામાં આવશે જેથી મેળામાં આવતા મુલાકાતીઓ સુરક્ષિત વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ