જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૬ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ.

જામનગર નજીક કાર અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત, અનેક ઘાયલ.

જામનગર શહેર નજીક ગત મોડી રાત્રે ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ઓટોરિક્ષા ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં બાઈક ચાલક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાળકો અને મહિલાઓ સહિત સાતથી આઠ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.

 

પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરથી દર્શન કરીને ઓટોરિક્ષા પરત ફરી રહી હતી. તે દરમિયાન જામનગર-ભોળેશ્વર માર્ગ પર એક કિયા કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી ઓટોરિક્ષા સાથે જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે કારની અડફેટે રસ્તા પરથી પસાર થતી એક બાઈક પણ આવી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે.

 

અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બાળકો, મહિલાઓ અને અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાર ચાલકે કયા કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ