જાહેરાત
તાજા સમાચાર
સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. | જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આવેદન. | ભારત-પાકિસ્તાન સરહદ બંધ છતાં લગ્નસંબંધો યથાવત્, 150થી વધુ પાકિસ્તાની દુલ્હનો હવાઈ માર્ગે ભારત આવી | શેરબજારમાં જોરદાર રિકવરી: સેન્સેક્સ ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળ્યો. | ભાણવડ પંથકમાં એક જ રાતમાં પાંચ અજગરનું રેસ્ક્યુ. | જાણો, તા. 24 ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૪/૦૮/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR | ગિનીની રાજધાની કોનાક્રીમાં મોટી દુર્ઘટના |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૮ વાર જોવાયેલ 3 અઠવાડિયા પેહલા

મારું શહેર જામનગરમાં ACBનો સફળ ટ્રેપ: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ.14 હજારની લાંચ માંગવાના કેસમાં ત્રણ સામે કાર્યવાહી, બે ઝડપાયા.

જામનગરમાં ACBનો સફળ ટ્રેપ: ફાયનાન્સ લાયસન્સ રિન્યૂ કરવા રૂ.14 હજારની લાંચ માંગવાના કેસમાં ત્રણ સામે કાર્યવાહી, બે ઝડપાયા.

જામનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ફાયનાન્સ (નાણા ધીરધાર) લાયસન્સ રિન્યૂ કરાવવા માટે રૂ.14,000ની લાંચ માંગવાના કેસમાં ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેપ દરમિયાન બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે.

ACB પાસેથી મળતી વિગતો અનુસાર, ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમણે પોતાના નાણા ધીરધાર (ફાયનાન્સ) લાયસન્સના રિન્યૂઅલ માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, જામનગર ખાતે અરજી કરી હતી.

આક્ષેપ છે કે લાયસન્સ રિન્યૂ કરી આપવા માટે પ્રજાજન નીલેષભાઈ જગદીશચંદ્ર છાપીયા, ઓડિટર ગ્રેડ-1 એમ.એન. જેઠવા તથા સબ-ઓડિટર દિગ્વીજયગીરી ભુપતગીરી ગોસાઈ વતી રૂ.14,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી જ્યારે ઓડિટર એમ.એન. જેઠવાને મળ્યા ત્યારે તેમણે લાંચની રકમ નીલેષભાઈ છાપીયાને આપી દેવા જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવ્યો હતો.

ટ્રેપ દરમિયાન નીલેષભાઈ છાપીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રોકડને બદલે Google Pay મારફતે પોતાના બેંક ખાતામાં રૂ.14,000 ઓનલાઈન ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ ACBની હાજરીમાં ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ આરોપીએ મોબાઇલ પર રકમ મળ્યાની પુષ્ટિ કરી હતી અને ફરિયાદીનું લાયસન્સ રિન્યૂ કરવાની બાબતે સહ-આરોપી સાથે વાતચીત પણ કરી હોવાનું ACBએ જણાવ્યું છે.

ACBના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આક્ષેપીત નં.1 નીલેષભાઈ છાપીયા અને આક્ષેપીત નં.3 દિગ્વીજયગીરી ગોસાઈ ઝડપાઈ ગયા છે, જ્યારે આક્ષેપીત નં.2 એમ.એન. જેઠવા મળી આવ્યા નથી અને તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર ACB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક જે.ડી. મેવાડા (ACB રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા ઇન્ચાર્જ અધિકારી રહ્યા હતા.

નોંધ: ઉપરોક્ત વિગતો ACB દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક માહિતી પર આધારિત છે. આરોપીઓ સામેના આક્ષેપોની અંતિમ સત્યતા સંબંધિત કોર્ટમાં ચાલનારી કાયદેસરની કાર્યવાહી અને ચુકાદા બાદ જ નિર્ધારિત થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ