જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૦ વાર જોવાયેલ 59 મિનિટ પેહલા

મારું ગુજરાત ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR

ગુજરાતના CM-DyCM અંગે અફવા ફેલાવનાર સામે FIR

‘હર્ષ સંઘવી CM અને ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ બનશે’ની સોશિયલ મીડિયા પોસ્ટ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હોદ્દાને લઈને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પાયાવિહોણો દાવો કરતી પોસ્ટ મૂકનાર પવન ત્યાગી સામે FIR નોંધવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન પવન ત્યાગીના એકાઉન્ટ પર એક હિન્દી પોસ્ટ પોલીસના ધ્યાને આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ, આ દાવા અંગે કોઈ સત્તાવાર આધાર ન હોવા છતાં સોશિયલ મીડિયા પર આવી માહિતી પ્રસारित કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રજા વચ્ચે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પોસ્ટથી રાજ્યના સર્વોચ્ચ બંધારણીય અને રાજકીય હોદ્દાઓ અંગે ગેરસમજ ઊભી થવાની તેમજ પ્રજા અને સરકાર વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાવાની શક્યતા હતી.

આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ IT Act હેઠળ FIR નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પોસ્ટના મૂળ સ્ત્રોત, તેને ફેલાવવાના હેતુ અને પોસ્ટની પહોંચ સહિતના મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

હાલમાં ‘હર્ષ સંઘવી CM અને ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ બનશે’ એવો દાવો સત્તાવાર જાહેરાત વિના સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યો હતો અને તેના આધારે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ