જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૧૦૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાજકારણ ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મોટા સમાચાર

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મોટા સમાચાર

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાતની શક્યતા, ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે.

ચૂંટણીની સંભાવનાને પગલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત ઉમેદવારો, વોર્ડ સ્તરની સ્થિતિ અને પક્ષની ચૂંટણી વ્યૂહરચનાને લઈને બેઠકોનો દોર શરૂ થવાની શક્યતા છે.

ચૂંટણી બાદ મેયર પદને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે. પ્રથમ અઢી વર્ષ માટે OBC વર્ગમાંથી મેયર બનાવવામાં આવશે, જેના કારણે બંને મુખ્ય રાજકીય પક્ષોમાં OBC સમુદાયના સંભવિત ઉમેદવારોને લઈને પણ ચર્ચા તેજ બની શકે છે.

હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે અને ભાજપ-કોંગ્રેસ કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ