જાહેરાત
તાજા સમાચાર
ભારતે સ્પેસ ક્ષેત્રમાં રચ્યો ઈતિહાસ, પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ | અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: 8 લોકોના મોત, અનેક ઘાયલ; RAFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી. | નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાત દેશનું નંબર-1 રાજ્ય: રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું ગુજરાત. | મહુન્દ્રાના પ્રાકૃતિક ખેતી ફાર્મે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: ‘ભવિષ્યની પેઢી અને જમીનના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ’ | જામનગરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક: ધારાસભ્યોના જનપ્રશ્નોના સમયસર નિકાલ માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાનો કડક નિર્દેશ. | રાજકોટમાં ચાંદીપુરા વાયરસ સામે સજ્જતા: RMC, IMA અને PDU મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે CME યોજાયો. | સિદ્ધપુર GIDCમાં ધારીવાલા ફૂડ્સ પર તંત્રની તવાઈ: રૂ. 1.24 લાખનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો સીઝ. | લાલપુર તાલુકા પંચાયતની નવતર પહેલ: સખી મંડળ કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને આધુનિક IT સેલનું લોકાર્પણ, ગ્રામિણ વિકાસને મળી નવી દિશા. | અંતિમવિધિથી પરત ફરી રહેલા બે મિત્રોને કાળનો કાળો કહેર: શબ્દલપુરા નજીક એસટી બસની ટક્કરમાં એકનું કરુણ મોત, મિત્ર ઈજાગ્રસ્ત. | જામનગર મહાનગરપાલિકાની વોર્ડવાર સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે મેગા બેઠક: કોર્પોરેટરો સાથે અધિકારીઓએ કર્યો સીધો સંવાદ, વિકાસકાર્યોને મળશે નવી ગતિ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: 8 લોકોના મોત, અનેક ઘાયલ; RAFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી.

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ: 8 લોકોના મોત, અનેક ઘાયલ; RAFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આગ સાથે થયેલા જોરદાર વિસ્ફોટમાં 8 લોકોના કરુણ મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ફાયર ટેન્ડર, એમ્બ્યુલન્સ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર, રામોલથી ગતરાડ તરફ જતા માર્ગ પર મહેમુદપુરા ટેલેન્ટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ફેક્ટરીમાં ફટાકડાનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક જોરદાર ધડાકા સંભળાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસમયે ફેક્ટરીમાં અંદાજે 8થી 10 કામદારો હાજર હોવાનું જણાવાઈ રહ્યું છે.

આગની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પાંચથી વધુ ફાયર ટેન્ડર દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સાથે જ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ ફાયર ઓફિસર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન આપી રહ્યા હતા.

 

ફેક્ટરીની નજીક આવેલા વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનોએ પણ માનવતા દાખવી હતી. જોરદાર વિસ્ફોટનો અવાજ સાંભળતા જ RAFના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ તેમણે ફેક્ટરીમાં ફસાયેલા અને દાઝેલા લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. જવાનોની તાત્કાલિક કામગીરીના કારણે કેટલાક લોકોને સમયસર બચાવી શકાયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને લોકોને સુરક્ષિત અંતરે રહેવા અપીલ કરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક તપાસમાં ફટાકડાના જથ્થામાં વિસ્ફોટ થતાં આગ વધુ ભયાનક બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગના કારણો અંગે તપાસ શરૂ કરી છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ફટાકડાના ઉત્પાદન એકમોમાં સલામતીના ધોરણો અને અગ્નિશામક વ્યવસ્થાની આવશ્યકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મૃતકોની ઓળખ, ઘાયલોની સ્થિતિ અને આગના કારણો અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ