જાહેરાત
તાજા સમાચાર
ભારતનો ₹30,000 કરોડનો પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગ એશિયાના સૌથી મોટા રિસાયકલિંગ અને સસ્ટેનેબિલિટી કાર્યક્રમ – GCPRS 2026 માટે સજ્જ | ૩,૦૫૦ કિલો બાળભોગ કૌભાંડ..... | ઓપરેશન સિંદૂરના 6 શહીદોને અમર સન્માન | જંગલેશ્વર ડિમોલિશનના બિલોથી ચકચાર..... | મહોરમ દરમિયાન જામનગર પોલીસની કડક કાર્યવાહી: જાહેરમાં છરી-કોયતા સાથે ફરતા 8 શખ્સો ઝડપાયા, સોશિયલ મીડિયા વીડિયો બન્યો પુરાવો. | મહારાષ્ટ્ર TET પરીક્ષા પેપર લીકનો મહાકાંડ! | જામનગરના ફિયોનિકા સોસાયટી હત્યા કેસમાં નવો વળાંક: 80 વર્ષીય આહીર વૃદ્ધની હત્યાના આરોપીને બે દિવસના પોલીસ રિમાન્ડ. | કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે વિવાદ લોહિયાળ બન્યો: પિતા-પુત્ર પર લાકડાના ઘોકા અને છરીથી હુમલો, જાનથી મારી નાખવાની ધમકી. | અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો કડક પ્રહાર! કહ્યું – ‘આધુનિક રાવણોને ભગવાન પણ મહાદંડ આપશે’ | જામનગરમાં 5 હજારથી વધુ મરઘીના બચ્ચાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ: જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પશ્ચિમ બંગાળના નેટવર્કનો ભાંડો ફોડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૭ વાર જોવાયેલ 2 કલાક પેહલા

ક્રાઇમ જામનગરમાં 5 હજારથી વધુ મરઘીના બચ્ચાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ: જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પશ્ચિમ બંગાળના નેટવર્કનો ભાંડો ફોડ્યો.

જામનગરમાં 5 હજારથી વધુ મરઘીના બચ્ચાના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ: જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી પશ્ચિમ બંગાળના નેટવર્કનો ભાંડો ફોડ્યો.

જામનગર શહેરમાં જાહેર રોડ પર હજારો નિર્દોષ મરઘીના બચ્ચાઓને અમાનવીય રીતે રાખી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જીવદયા માટે કાર્યરત સંસ્થા જીવા ફાઉન્ડેશનના કાર્યકરોની સતર્કતાના કારણે પશ્ચિમ બંગાળના નવ જેટલા શખ્સો દ્વારા ચલાવવામાં આવતું આ કથિત ગેરકાયદે નેટવર્ક બહાર આવ્યું છે. સમગ્ર ઘટનામાં 5,000થી વધુ મરઘીના બચ્ચાઓને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બે શખ્સોને પોલીસને સોંપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી

આણંદથી જામનગર લાવવામાં આવ્યા હજારો બચ્ચા

પ્રાથમિક માહિતી મુજબ પશ્ચિમ બંગાળના નવ જેટલા શખ્સો થોડા દિવસો પહેલાં આણંદમાંથી હજારો મરઘીના બચ્ચા લઈને જામનગર પહોંચ્યા હતા. ત્યારબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં જાહેર માર્ગો પર માત્ર રૂ.25 પ્રતિ બચ્ચાના ભાવે તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું આ સમગ્ર પ્રવૃત્તિ અંગે જીવદયા માટે કાર્યરત એનિમલ વેલ્ફેર સંસ્થા જીવા ફાઉન્ડેશનને બાતમી મળતાં સંસ્થાના કાર્યકરો તાત્કાલિક હરકતમાં આવ્યા

ખરીદદારો બની પહોંચ્યા કાર્યકરો, સામે આવ્યું અમાનવીય દ્રશ્ય

જીવા ફાઉન્ડેશનના દીપેન પરમાર અને તૃપ્તિબેન દાવદરા બેડેશ્વર વિસ્તારમાં સામાન્ય ગ્રાહક બની મરઘીના બચ્ચા ખરીદવાના બહાને પહોંચ્યા ત્યાં પહોંચતા જ તેઓએ જોયું કે એક બોક્સમાં સામાન્ય રીતે પાંચ જેટલા બચ્ચા રાખી શકાય તેવી જગ્યામાં 50થી વધુ બચ્ચાઓને ગીચ રીતે ભરવામાં આવ્યા હતા. પૂરતી હવા ન મળતાં અનેક બચ્ચાઓ ગુંગળાઈ રહ્યા હતા. ઉપરાંત તેમને ખોરાક કે પાણી પણ આપવામાં આવતું ન હોવાનું સામે આવ્યું કાર્યકરોએ શરૂઆતમાં આશરે 160 જેટલા બચ્ચાઓ ખરીદ્યા, ત્યારબાદ પોતાની ઓળખ આપી સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવી 

5 હજારથી વધુ બચ્ચાનું રેસ્ક્યુ ઓપરેશન

સ્થળ પર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નવ જેટલા શખ્સો પાસે કુલ મળીને 5,000થી વધુ નાના મરઘીના બચ્ચા હતા, જેને વિવિધ બોક્સમાં ભરી વેચાણ માટે રાખવામાં આવ્યા જીવદયા પ્રેમીઓએ તમામ બચ્ચાઓને સલામત રીતે બહાર કાઢીને અન્ય યોગ્ય બોક્સ અને પિંજરાઓમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેમને નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી પક્ષીઓ માટેની વ્યવસ્થિત સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા.

કલ્યાણપુર નજીક પોલ્ટ્રી ફાર્મમાં મોકલાયા બચ્ચા

રેસ્ક્યુ કરાયેલા બચ્ચાઓમાંથી સૌપ્રથમ 2,000 જેટલા બચ્ચાઓને કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની યોગ્ય રીતે સંભાળ અને ઉછેર કરવામાં આવશે.બાકીના આશરે 3,000 બચ્ચાઓને પણ તબક્કાવાર ત્યાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી તેમને યોગ્ય ખોરાક, પાણી અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.

બે શખ્સ પોલીસને સોંપાયા, ફરિયાદ નોંધાવાની કાર્યવાહી

આ સમગ્ર ઘટનાની જાણ જામનગરના સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. સ્થળ પરથી ગેરકાયદેસર રીતે મરઘીના બચ્ચાનું જાહેરમાં વેચાણ કરતા બે પરપ્રાંતીય શખ્સોને પોલીસને સોંપવામાં આવ્યા પોલીસ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળના અન્ય સાથીદારોની ભૂમિકા પણ તપાસવામાં આવશે.

જામનગરથી ખંભાળિયા સુધી ફેલાયેલું નેટવર્ક હોવાની શંકા

પ્રાથમિક તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે આ જૂથ માત્ર જામનગર શહેર પૂરતું મર્યાદિત નહોતું. નવ જેટલા શખ્સો શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત ખંભાળિયા સુધી જાહેર માર્ગો પર મરઘીના બચ્ચાઓનું વેચાણ કરતા હોવાનું પણ જાણવા મળ્યું પોલીસ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. બચ્ચાઓ ક્યાંથી લાવવામાં આવ્યા, પરિવહન માટે કઈ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં, પશુ ક્રૂરતા સંબંધિત કાયદાનો ભંગ થયો છે કે કેમ અને અન્ય કોણ-કોણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

જીવદયા પ્રેમીઓની સતર્કતાથી બચ્યા હજારો જીવ

આ સમગ્ર ઘટનામાં જીવદયા પ્રેમીઓની સમયસરની સતર્કતા અને કાર્યવાહીથી હજારો નિર્દોષ મરઘીના બચ્ચાઓને અમાનવીય સ્થિતિમાંથી મુક્તિ મળી છે. જો સમયસર કાર્યવાહી ન કરવામાં આવી હોત તો ગીચ ભીડ, ગરમી, ખોરાક અને પાણીના અભાવે મોટી સંખ્યામાં બચ્ચાઓના મોત થવાની પણ શક્યતા હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે. ફરિયાદ નોંધાયા બાદ પશુ ક્રૂરતા નિવારણ કાયદો, પશુ પરિવહન સંબંધિત નિયમો તેમજ અન્ય લાગુ પડતી કાનૂની જોગવાઈઓ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ જાહેર સ્થળોએ જીવંત પ્રાણીઓના ગેરકાયદેસર વેપાર અને તેમની સાથે થતા અમાનવીય વર્તન સામે કડક દેખરેખની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ