જાહેરાત
તાજા સમાચાર
હવામાન વિભાગની આગાહી બાદ ઓખા બંદર પર 3 નંબરનું વોર્નિંગ સિગ્નલ ફરકાવાયું: 41થી 60 કિમીની ઝડપે પવનની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. | શાળા નં. 19ના શિક્ષક સામેની ફરિયાદની ન્યાયિક તપાસની માંગ: સ્થાનિક શિક્ષકો અને SMC સભ્યોએ શાસનાધિકારીને આવેદન પાઠવ્યું. | પોલીસ સરકારની નહીં, જનતાની છે': બોમ્બે હાઈકોર્ટનો કડક સંદેશ, અસંમતિના અધિકારને બંધારણીય રક્ષણ | શહેરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સંગઠનાત્મક પ્રવાસ: બુથ સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને આહવાન, યુવાનો અને ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ. | જામનગર જિલ્લામાં પશુપાલકો માટે મહત્વની અપીલ: દૂધ ઉત્પાદનને અસર કરતા ‘મસ્ટાઇટીસ’ રોગ સામે સજાગ રહો. | ઈ-રિક્ષા ચાલકોને હેરાન કરતી ‘BAT BMS’ એપ પર સરકારની કાર્યવાહી: ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી દૂર કરવાનો આદેશ. | રાધનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારી મિર્ઝા સરદાર બેગામ અશરફનો ભાવભીનો નિવૃત્તિ સમારોહ યોજાયો, 29 વર્ષની સેવાકીય કારકિર્દીને અપાયું સન્માન. | ગુજરાત ATSની મોટી કાર્યવાહી: પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદ સભ્યો ઝડપાયા. | જામનગરના દોઢિયા ગામે ખેડૂત એકતા મહાસભા: વીજ કંપનીઓ સામે વળતર મુદ્દે ખેડૂતોમાં આક્રોશ. | જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
રાજકારણ ૨૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

રાજકારણ શહેરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સંગઠનાત્મક પ્રવાસ: બુથ સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને આહવાન, યુવાનો અને ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ.

શહેરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સંગઠનાત્મક પ્રવાસ: બુથ સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા કાર્યકરોને આહવાન, યુવાનો અને ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ.

શહેરા: પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરા વિધાનસભા વિસ્તારની સંગઠનાત્મક મુલાકાત, દિવસભરના પ્રવાસ દરમિયાન તેમણે વિવિધ બેઠકો, કાર્યકર સંમેલનો, યુવા સંવાદ અને ખેડૂત સંવાદ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ, આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બુથ સ્તર સુધી સંગઠનને વધુ સશક્ત બનાવવાનો અને આગામી રાજકીય તેમજ સંગઠનાત્મક કાર્યક્રમોની વ્યૂહરચના ઘડવાનો હતો,

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાના પ્રવાસની શરૂઆત શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના દર્શનથી કરી, તેમણે મંદિરમાં ભગવાન મહાદેવની પૂજા-અર્ચના અને આરતીમાં ભાગ લઈને રાજ્ય અને દેશના સુખ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી, આ પ્રસંગે સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો પણ તેમની સાથે જોડાયા, આધ્યાત્મિક વાતાવરણમાં શરૂ થયેલા આ પ્રવાસને કાર્યકરો દ્વારા શુભ સંકેત તરીકે જોવામાં આવ્યો,

 

ત્યારબાદ શહેરા તાલુકાના મોરવા રેણા ખાતે આવેલી જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય જેઠાભાઈ આહીર, મધ્ય ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. બેઠકમાં શહેરા વિધાનસભા વિસ્તારના બુથ પ્રમુખો, શક્તિ કેન્દ્રના કાર્યકરો અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ બુથ સ્તરના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપની સૌથી મોટી તાકાત તેનું મજબૂત સંગઠન અને સમર્પિત કાર્યકર્તાઓ છે. તેમણે દરેક બુથને વધુ સક્રિય બનાવી સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી પહોંચાડવા તેમજ લોકો સાથે સતત સંપર્ક જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આગામી સમયમાં સંગઠનના વિસ્તરણ, સભ્યતા અભિયાન અને વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકરોને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.

 

સંગઠનાત્મક બેઠક બાદ પ્રદેશ પ્રમુખે કોલેજના વિદ્યાર્થીઓ સાથે પણ વિશેષ સંવાદ કર્યો હતો. યુવા વિદ્યાર્થીઓએ શિક્ષણ, રોજગાર, કારકિર્દી અને વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને યુવા શક્તિને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવી હતી. ત્યારબાદ સદનપુર પ્રાથમિક શાળામાં તેમના હસ્તે તેમજ ધારાસભ્ય જેઠાભાઈ આહીર, સાંસદો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રવાસના અંતિમ તબક્કામાં સગરાડા ખાતે આવેલા દિલુચીયા ડુંગર વિસ્તારમાં વિશેષ ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી કૃષિ ક્ષેત્રને લગતા પ્રશ્નો, પડકારો અને સૂચનો સાંભળ્યા હતા. તેમણે ખેડૂતોના પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂ કરવાની અને સરકારની વિવિધ કૃષિ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, ડૉ. કિરણસિંહ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ સહિત જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

મરડેશ્વર મહાદેવના આશીર્વાદથી પ્રવાસનો પ્રારંભ

 

શહેરા ખાતેના સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. તેમણે મહાદેવના ચરણોમાં રાજ્યની સુખાકારી, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિર ખાતે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના બાદ તેમણે દિવસભરના સંગઠનાત્મક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

 

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ