જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
અકસ્માત ૨૧૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

અકસ્માત નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ

નેપાળમાં ભયાનક પૂરને પગલે અમદાવાદ જિલ્લા તંત્ર એલર્ટ

નેપાળ-તિબેટ સરહદે ભોટેકોશી નદીમાં પૂર, ભારતીય પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી

બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે મોટી આપત્તિ સર્જાઈ છે. આ ઘટનામાં કેટલાક ભારતીય પ્રવાસીઓ પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાનો કોઈ પ્રવાસી અથવા નાગરિક નેપાળની આ ઘટનામાં ફસાયો હોય અથવા તેમના અંગે કોઈ માહિતી, મદદ કે સહાયની જરૂર હોય તો પરિવારજનોને જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

નાગરિકોની મદદ માટે ડિઝાસ્ટર શાખા દ્વારા કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની માહિતી કે સહાય માટે ટોલ ફ્રી નંબર 1077 અથવા 079-27560511 પર સંપર્ક કરી શકાશે.

અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે નેપાળમાં પ્રવાસે ગયેલા પોતાના પરિવારજનો અંગે કોઈ માહિતી ન મળે અથવા તેઓ મુશ્કેલીમાં હોવાની જાણ થાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ