જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૮૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ભાવનગરમાં ST બસ કાળ બની: ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીનું કરુણ મોત, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત.

ભાવનગરમાં ST બસ કાળ બની: ફૂટપાથ પર બેઠેલી માતા-પુત્રીનું કરુણ મોત, એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત.

ભાવનગર: શહેરમાં આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં બે નિર્દોષ જીવ હોમાઈ ગયા હતા. એસટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ફૂટપાથ પર વાહનની રાહ જોઈ રહેલી માતા અને તેમની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી સિહોર-ટાણા-વરલ રૂટ પર જવા નીકળેલી એસટી બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે અચાનક બેકાબૂ બની ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ડ્રાઇવરનો બસ પરનો કાબૂ છૂટી જતા બસ પૂરપાટ ઝડપે ફૂટપાથ પર ચડી ગઈ અને આગળ જઈને ભરૂચા ક્લબની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ફૂટપાથ પર બેઠેલા લોકોને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો.

આ દુર્ઘટનામાં રામધરી સણોસરાના રહેવાસી 28 વર્ષીય લલીતાબેન ગુલાબસિંહ પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. માતા-પુત્રીના એકસાથે થયેલા મૃત્યુથી પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

અકસ્માતમાં ઠોડા-ઉમરાળાના રહેવાસી મધુબેન લાલજીભાઈ વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બસને હટાવી માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બસ શા માટે બેકાબૂ બની અને તેમાં કોઈ યાંત્રિક ખામી હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ