જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૯૭ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતાં IMAની એડવાઈઝરી

H1N1 વાયરસને લઈને IMAની સલાહ, ગભરાવાની જરૂર નહીં પરંતુ સાવચેતી જરૂરી

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ICMRના સર્વે મુજબ હાલ જોવા મળી રહેલો વાયરસ મોસમી H1N1 હોવાનું સામે આવ્યું છે.

મહત્વની વાત એ છે કે હાલના વાયરસમાં કોઈ નવા જિનેટિક મ્યુટેશનની પુષ્ટિ થઈ નથી. તબીબોના જણાવ્યા મુજબ મોટાભાગના કેસ હળવા પ્રકારના છે, તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ લક્ષણો જણાય તો સાવચેતી રાખવી જરૂરી છે.

IMA દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સનું સેવન ન કરવું. ખાસ કરીને અઝિથ્રોમાયસિન અને એમોક્સિસિલિન જેવી દવાઓ જાતે લેવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હોય તો પૂરતો આરામ અને તબીબી સલાહ લેવી જોઈએ. જોકે શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસ ચઢવો અથવા ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.

IMAએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિમાં ગભરાટ નહીં પરંતુ યોગ્ય સાવચેતી અને તબીબી માર્ગદર્શનને પ્રાથમિકતા આપવી જોઈએ.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ