જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૪૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર

કંગના રણૌત અને બાબા રામદેવ વચ્ચે શાબ્દિક જંગ ઉગ્ર

કંગનાનો રામદેવ પર તીખો પ્રહાર, પૂછ્યું—‘શું તમે મારા રૂમમાં ચામાચીડિયું બનીને લટકતા હતા?’

ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચેનો શાબ્દિક વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં કંગનાના ‘ગટર જનરેશન’ વાળા નિવેદન બાદ શરૂ થયેલી આ તકરાર હવે વધુ વકરતી જોવા મળી રહી છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન કંગના રણૌતે બાબા રામદેવ પર તીખો પ્રહાર કર્યો હતો. કંગનાએ સવાલ ઉઠાવ્યો કે રામદેવ જ્યારે તેમના બાળપણ અને યુવાની અંગે વાત કરે છે, ત્યારે શું તેઓ તેમના રૂમમાં ચામાચીડિયું બનીને લટકતા હતા?

કંગનાએ કહ્યું કે બાબા રામદેવે જ્યારે સ્વદેશી અભિયાન શરૂ કર્યું હતું ત્યારે સરકારે પણ તેમને ઘણો સહયોગ આપ્યો હતો. જોકે, હવે તેઓ માત્ર યોગ અને આયુર્વેદ સુધી સીમિત રહ્યા નથી અને કપડાં તથા અન્ય પ્રોડક્ટ્સના વ્યવસાયમાં પણ આગળ વધ્યા છે.

કંગનાએ રામદેવને લઈને વધુમાં કહ્યું કે તેઓ હવે એક રીતે સંપૂર્ણ બિઝનેસમેન બની ગયા છે. સાથે જ તેમણે રામદેવના પોતાના બાળપણ અને યુવાની વિશેના દાવા સામે સવાલ ઉઠાવ્યો.

કંગનાએ કટાક્ષ કરતાં કહ્યું કે જો બાબા રામદેવ કહે છે કે તેમણે તેમનું બાળપણ અને યુવાની જોઈ છે, તો તેમણે તેમણે શું જોયું હતું તે સ્પષ્ટપણે જણાવવું જોઈએ.

આ નિવેદન બાદ બંને વચ્ચેનો શાબ્દિક વિવાદ વધુ ગરમાયો છે અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ