જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૭૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેનેડા પહોંચ્યા, ગુજરાતી સમુદાય સાથે સત્કાર સમારોહમાં સંવાદ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કેનેડા પહોંચ્યું છે. ટોરોન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તેમજ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશનના સન્માનમાં વિશેષ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સત્કાર સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે. તેમણે ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૧૯૬૦માં મહારાષ્ટ્રથી અલગ રાજ્ય તરીકે ગુજરાતનું અસ્તિત્વ આવ્યું ત્યારે રાજ્યમાં રોડ-રસ્તા, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ઉપલબ્ધ નહોતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં સતત વિકાસ કરીને દેશના ગ્રોથ એન્જિન તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે.

 

મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસમાં રોકાણ અને ઔદ્યોગિક પ્રગતિને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે છ પ્લાન્ટ શરૂ થયા છે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટના માધ્યમથી રાજ્યમાં મોટા પાયે રોકાણો આકર્ષાયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક સ્તરે વધેલા સન્માનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમના નેતૃત્વમાં ભારતના પાસપોર્ટની વેલ્યુ અને ભારતીયો તથા ગુજરાતીઓ પ્રત્યેની વૈશ્વિક દૃષ્ટિમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીએ કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતી સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. સાથે જ કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગસાહસિકોને પોતાની જન્મભૂમિ ગુજરાતમાં રોકાણ કરવા અને વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૭માં કેનેડાના ગુજરાતી સમુદાયને જોડાવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ