જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર મીઠાપુરના રામ મંદિરે શ્રીરામ મહિલા મંડળ દ્વારા 1111 શિવલિંગ પૂજન અને હીડોળા મનોરથની ભવ્ય ઉજવણી.

મીઠાપુરના રામ મંદિરે શ્રીરામ મહિલા મંડળ દ્વારા 1111 શિવલિંગ પૂજન અને હીડોળા મનોરથની ભવ્ય ઉજવણી.

મીઠાપુર ટાટા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રામ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારના પાવન અવસરે શ્રીરામ મહિલા મંડળ દ્વારા ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેશ્વર મહાદેવ મંદિરમાં 1111 શિવલિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલા ભક્તોએ મહાદેવની વિધિવત પૂજા, અભિષેક અને આરાધના કરીને સમગ્ર મંદિર પરિસરને હર હર મહાદેવના જયઘોષથી ગુંજાવી દીધું હતું.

શ્રાવણ માસના પવિત્ર પર્વને અનુલક્ષીને ભગવાન શ્રીરામના હીડોળા મનોરથની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામ માટે સુંદર હીડોળો તૈયાર કરવામાં આવ્યો હતો અને વિવિધ પ્રકારના તાજા શાકભાજીથી આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો હતો. વિશેષ પૂજા-અર્ચના, આરતી અને ભજન-કીર્તનના કાર્યક્રમોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું, જેના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

મીઠાપુર ટાટા કંપની વિસ્તારમાં આવેલું આ મંદિર ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મંદિરમાં ભગવાન શ્રીરાધા-કૃષ્ણ, ભગવાન શ્રીરામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી તથા પરમભક્ત હનુમાનજી મહારાજની પ્રતિમાઓ બિરાજમાન છે. ઉપરાંત અમરેશ્વર મહાદેવ પણ મંદિરમાં બિરાજમાન હોવાથી શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન તથા પૂજા માટે ઉપસ્થિત રહે છે.

આ મંદિર ખાતે વર્ષભર ઉજવાતા તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગો શ્રીરામ મહિલા મંડળની બહેનોની તનતોડ મહેનત તેમજ આજુબાજુના રહેવાસીઓ અને ગ્રામજનોના સહયોગથી સફળતાપૂર્વક યોજાય છે. દરેક ઉત્સવમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાય છે અને ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપે છે. શ્રાવણ માસના બીજા સોમવારની આ ભવ્ય ઉજવણી પણ મહિલા મંડળના સમર્પણ, સેવાભાવ અને સામૂહિક સહકારનું સુંદર ઉદાહરણ બની રહી હતી.

 

હોથીભા સુમણીયા ઓખા

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ