જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૮૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલમાં ભીષણ આગ: AC કમ્પ્રેસર ફાટતાં 15 નવજાતનાં કરુણ મોત, માત્ર એક બાળક બચ્યું.

ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલમાં ભીષણ આગ: AC કમ્પ્રેસર ફાટતાં 15 નવજાતનાં કરુણ મોત, માત્ર એક બાળક બચ્યું.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આવેલી પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (PIMS) હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલના માતા અને બાળ આરોગ્ય (ગાયનેકોલોજી) વિભાગની નર્સરીમાં એર કન્ડીશનરના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નર્સરીમાં દાખલ નવજાત બાળકોને બહાર કાઢવાનો પૂરતો સમય મળી શક્યો નહોતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ લાગતી વખતે નર્સરીમાં કુલ 16 નવજાત બાળકો હાજર હતા. બચાવ કામગીરી દરમિયાન માત્ર એક બાળકને જીવિત બચાવી શકાયું, જ્યારે 15 નવજાત બાળકોનાં કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર પાકિસ્તાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેથી ફરી આગ ભભૂકી ન ઊઠે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. હોસ્પિટલના સંબંધિત વોર્ડને સીલ કરી દેવામાં આવ્યો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ સંભવિત બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર આગનું કારણ એર કન્ડીશનરના કમ્પ્રેસરમાં થયેલો વિસ્ફોટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે અંતિમ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ