જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
આંતરરાષ્ટ્રીય ૯૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

આંતરરાષ્ટ્રીય લિયોનેલ મેસ્સીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ!

લિયોનેલ મેસ્સીની આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ!

ફૂટબોલના સુવર્ણ યુગનો અંત, આર્જેન્ટિનાની જર્સીમાં બે દાયકાથી વધુની સફર પૂર્ણ

ફૂટબોલની દુનિયામાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ સ્ટાર લિયોનેલ મેસ્સીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બે દાયકાથી વધુ સમય સુધી આર્જેન્ટિનાની જર્સીમાં મેદાન પર પોતાની પ્રતિભાનો જાદુ ચલાવનાર મેસ્સી હવે રાષ્ટ્રીય ટીમ તરફથી રમતા જોવા મળશે નહીં.

મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાએ 2022નો FIFA વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત મેસ્સીએ રાષ્ટ્રીય ટીમ સાથે અનેક યાદગાર સફળતાઓ મેળવી અને આર્જેન્ટિનાના ફૂટબોલના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું.

2026માં પણ આર્જેન્ટિનાએ મેસ્સીની કેપ્ટનશીપમાં ફાઈનલ સુધીનો સફર કર્યો હતો, જોકે ફાઈનલમાં સ્પેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે આર્જેન્ટિના સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતવાથી ચૂકી ગઈ હતી.

નિવૃત્તિની જાહેરાત કરતાં મેસ્સી ભાવુક થઈ ગયા હતા. પોતાના ઈમોશનલ વિદાય સંદેશમાં તેમણે જણાવ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતો. તેમણે પોતાના દેશ માટે શક્ય તેટલું બધું આપ્યું છે અને હવે તેમને લાગ્યું કે તેમની પાસે આપવા માટે કંઈ બાકી રહ્યું નથી.

મેસ્સીએ કહ્યું કે આ નિર્ણય તેમના માટે ખૂબ જ ભાવનાત્મક છે, પરંતુ તેમને લાગે છે કે હવે યોગ્ય સમય આવી ગયો છે.

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં મેસ્સીની સફર માત્ર ટ્રોફી અને રેકોર્ડ સુધી સીમિત નથી રહી. તેમની રમત, નેતૃત્વ અને આર્જેન્ટિના માટેનો જુસ્સો વિશ્વભરના કરોડો ચાહકો માટે હંમેશા યાદગાર રહેશે. મેસ્સીની વિદાય સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલના એક ભવ્ય અધ્યાયનો અંત આવ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ