જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે કરુણ અકસ્માત: બાઈક આડે ગાય આવતાં 19 વર્ષીય યુવતીનું મોત.

ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે કરુણ અકસ્માત: બાઈક આડે ગાય આવતાં 19 વર્ષીય યુવતીનું મોત.

ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પરિવાર સાથે તહેવારની ખુશીઓ મનાવ્યા બાદ ભાઈઓ સાથે બાઈક પર નીકળેલી 19 વર્ષીય યુવતીનું અકસ્માતમાં કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં રહેતા પરેશ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિએ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રાત્રે પરિવાર સાથે હોટેલમાં ભોજન લીધા બાદ શ્રીહરિ તેના મોટા ભાઈ દર્શિલ અને નાના ભાઈ દર્શન સાથે બાઈક પર ફરવા માટે નીકળી હતી.

રાત્રિના આશરે 11 વાગ્યે આહિર સિંહણ રોડ (ધરમપુર) નજીક પહોંચતા અચાનક એક ગાય બાઈકની સામે આવી જતાં બાઈક ગાય સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે શ્રીહરિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવતા તેના બંને ભાઈઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત ભાઈઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રક્ષાબંધન જેવા આનંદના પર્વે બનેલી આ દુર્ઘટનાએ પંચમતીયા પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. એક તરફ બહેને પોતાના ભાઈઓને રાખડી બાંધી હતી અને થોડા જ કલાકોમાં પરિવારને તેની વિદાયનો અસહ્ય આઘાત સહન કરવો પડ્યો હતો.

આ કરુણ ઘટનાથી રઘુવંશી સમાજ સહિત સમગ્ર ખંભાળિયા શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ માર્ગો પર રખડતા પશુઓના કારણે વધતા અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને અસરકારક પગલાં લેવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ