જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૦૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું ગુજરાત રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા.

રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા.

રક્ષાબંધનના પાવન તહેવાર દરમિયાન રાજ્યભરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઇમરજન્સી 108 સેવાની માહિતી અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે અકસ્માતોમાં અંદાજે 31 ટકા વધારો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં એક જ દિવસમાં 700થી વધુ માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જે દૈનિક સરેરાશ કરતાં 173થી વધુ અકસ્માતો છે. ઉપરાંત, સાંજના સમય સુધી 108 ઇમરજન્સી સેવા પર અકસ્માત સંબંધિત 725 જેટલા કોલ અને કેસ નોંધાયા હતા.

નિષ્ણાતોના મતે તહેવારો દરમિયાન રસ્તાઓ પર વધતી વાહનોની અવરજવર, ઉતાવળ, ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે અકસ્માતોમાં વધારો જોવા મળે છે. તંત્ર દ્વારા વાહનચાલકોને ગતિમર્યાદાનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ