જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૨૦૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ.

નેપાળમાં જળપ્રલયથી મૃત્યુઆંક 600ની નજીક, 2,500થી વધુ લોકો હજુ ગુમ.

કાઠમંડુ: નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ અને જળપ્રલય બાદ સ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં 587 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2,500થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કિનારાના અનેક ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે.

320થી વધુ ભારતીયોનો હજુ સંપર્ક નથી

ભારતના વિદેશ મંત્રાલયની માહિતી મુજબ, 320 ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. જેમાંથી અંદાજે 100 ભારતીયો ત્રિશૂલી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારમાં ફસાયેલા હોવાની આશંકા છે. જોકે તિબેટ વિસ્તારમાં રહેલા આશરે 400 ભારતીયો સુરક્ષિત હોવાનું અને તેમની સાથે સંપર્ક સ્થાપિત થઈ ચૂક્યો હોવાનું જણાવાયું છે.

ગ્લેશિયર તૂટવાથી સર્જાઈ વિનાશક સ્થિતિ

પ્રાથમિક તપાસ મુજબ, ઊંચા હિમાલય વિસ્તારમાં ગ્લેશિયરનો મોટો ભાગ તૂટીને લેંડે નદીમાં ખાબકતાં બરફ, પથ્થરો અને કાટમાળનો કુદરતી અવરોધ સર્જાયો હતો. બાદમાં આ અવરોધ તૂટતાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં અચાનક વિનાશક પૂર આવ્યું અને વ્યાપક તબાહી સર્જાઈ.

કૃત્રિમ સરોવરને કારણે ફરી પૂરનું જોખમ

પૂર બાદ નદીના ઉપરવાસમાં કાટમાળના કારણે બનેલા કુદરતી અવરોધ પાછળ આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં જોવા મળ્યું છે. જો આ કુદરતી અવરોધ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર ગંભીર પૂર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

 

36થી વધુ પુલ તૂટ્યા, રાહત કામગીરી યથાવત

આ વિનાશક પૂરના કારણે 36થી વધુ પુલ ધ્વસ્ત થયા છે અને 90 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. અનેક વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 બેલી બ્રિજની મદદ માંગી છે.

હાલ નેપાળી સેનાના 2,300થી વધુ જવાનો સહિત કુલ 7,451 સુરક્ષાકર્મીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને ગુમ થયેલા લોકોની શોધ માટે સતત અભિયાન ચાલુ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ