જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૧૧ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા.

જામનગર રેલવે પોલીસની કાર્યવાહી: વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓ ઝડપાયા.

જામનગર રેલવે પોલીસે વણશોધાયેલા શરીર સંબંધી ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પશ્ચિમ રેલવે અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક કે.એન. ડામોર અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ રેલવેના વિભાગીય પોલીસ અધિક્ષક એચ.એમ. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ ચલાવવામાં આવી હતી. જામનગર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પાંચીયાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીઓને શોધી કાઢી ડિટેઇન કર્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં:

  • સલાઉદિન ઇન્દ્રીશભાઈ માજોઠી (ઉ.વ. 29), રહે. ગાંધીનગર, જામનગર
  • અક્રમ ઇસાકભાઈ જનર (ઉ.વ. 26), રહે. માજોઠીનગર, ગાંધીનગર, જામનગર

આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ડોડીયા, એએસઆઈ મુનાવર ગુલામહુસેન, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ જયેશકુમાર સોલંકી અને અજયસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. હાલમાં બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ