જાહેરાત
તાજા સમાચાર
જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન. | ગોંડલમાં જન્માષ્ટમી પર્વે કોમી એકતાના દર્શન: 44 વર્ષથી બાળ યુવક મિત્ર મંડળની ભવ્ય કૃષ્ણ લીલા ઝાંખીઓ. | મહાભારતકાળની ગાથા સંભાળતું પાટણનું લોહેશ્વર મહાદેવ ધામ: જ્યાં ભીમે સ્થાપ્યું શિવલિંગ, આજે પણ જીવંત છે પાંડવોની સ્મૃતિ. | ચોમાસાની વિદાય પહેલાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ, 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. | ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલનનો કહેર: પૌડીમાં 6 દુકાનો ખાલી કરાવાઈ, 25 દુકાનો પર જોખમ; યુપીના 3 જિલ્લામાં શાળાઓ બંધ, બિહારમાં 14 જિલ્લામાં પૂર. | કોલસાના વેપારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.144 કરોડની છેતરપિંડી, EOWમાં ફરિયાદ નોંધાઈ. | મોટો આદેશ: હવે તમામ ખાદ્ય પદાર્થો પર ફરજિયાત લેબલ, નિયમ તોડનાર સામે થશે કડક કાર્યવાહી. | ગુજરાતમાં ખાનગી સ્કૂલો માટે કડક કાયદો! મંજૂરી વિના સ્કૂલ બંધ કરશો તો રૂ.20 લાખનો દંડ, વિધાનસભામાં આવશે સુધારા બિલ. | માધવપુર ઘેડમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણનો મુદ્દો ગરમાયો, બંદર રોડ અને બાબુળી રોડ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. | કેનેડાનો અમેરિકાને જડબાતોડ જવાબ! 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ, ટ્રેડ વોર વધુ ભડક્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૬ વાર જોવાયેલ 53 મિનિટ પેહલા

મારું શહેર જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન.

જામનગર લોકમેળામાં 400થી વધુ નિરાધાર બાળકો માટે ખુશીઓનો દિવસ, વિનામૂલ્યે રાઇડ્સ અને ભોજનનું આયોજન.

જામનગર: દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા લોકમેળામાં નિરાધાર, અનાથ અને આર્થિક રીતે નબળા બાળકો માટે ખુશીઓનો અનોખો પ્રસંગ ઉજવવામાં આવશે. લાખાબાવળ, આશ્રમશાળા, બાળ અદાલત, વિકાસ ગૃહ સહિત વિવિધ સંસ્થાઓના 400થી વધુ બાળકો માટે મેળાની મજા માણવાનું સ્વપ્ન સાકાર કરવાનો સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે.

 

આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે તા. 09-09-2026 (બુધવાર) સવારે 10:30 વાગ્યે બાળકોને લોકમેળાની વિવિધ રાઇડ્સમાં વિનામૂલ્યે બેસાડવામાં આવશે તેમજ તેમના માટે ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સેવાકાર્યમાં લોકમેળાના રાઇડ્સના સંચાલક સબીરભાઈ અખાણી, અગ્રણી સેવાભાવી પ્રદીપસિંહ વાળા, રંગતાળી ગ્રુપના સંજયભાઈ જાની સહિતની ટીમ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બાળકોના જીવનમાં આનંદ અને સ્મિતના રંગો ભરી તેમને યાદગાર અનુભવ કરાવવાનો આ પ્રયાસ છે.

 

કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા તમામ પત્રકાર મિત્રોને આ અનોખા સેવાકાર્યનું કવરેજ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ