જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત NEET-UG પેપરલીક વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સરકારનો દાવો: પરીક્ષા પ્રક્રિયા ‘ફૂલપ્રૂફ’.

NEET-UG પેપરલીક વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સરકારનો દાવો: પરીક્ષા પ્રક્રિયા ‘ફૂલપ્રૂફ’.

પેપર તૈયાર કરવાથી લઈને પ્રિન્ટિંગ અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા હોવાનો સરકારનો દાવો

NEET-UG પરીક્ષાની સુરક્ષા અને પેપરલીકના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પરીક્ષા પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે દેશમાં NEET-UG પરીક્ષા યોજવા માટે હાલ અમલમાં રહેલી વ્યવસ્થા ‘ફૂલપ્રૂફ’ અને સુરક્ષિત છે. જોકે, સરકાર તરફથી એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે સમગ્ર પ્રક્રિયામાં અમુક તબક્કે માનવીય હસ્તક્ષેપ રહે છે.

સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને તેને પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચાડવા અને ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી.

500 પ્રશ્નોની બેંકમાંથી તૈયાર થાય છે પ્રશ્નપત્ર

તુષાર મહેતાએ 100 પ્રશ્નો ધરાવતા ફિઝિક્સના પેપરનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, સૌપ્રથમ અલગ-અલગ મોડરેટર્સના ગ્રુપ દ્વારા મળીને 500 પ્રશ્નોની ક્વેશ્ચન બેંક તૈયાર કરવામાં આવે છે.

ત્યારબાદ અન્ય મોડરેટર્સ આ ક્વેશ્ચન બેંકમાંથી 100-100 પ્રશ્નો પસંદ કરીને ચાર અલગ પ્રશ્નપત્ર તૈયાર કરે છે. આ ચાર પેપરમાંથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ દ્વારા કોઈપણ બે પ્રશ્નપત્રની અંતિમ પસંદગી કરવામાં આવે છે.

ડિજિટલ લોક અને CISFની સુરક્ષા

અંતિમ રીતે પસંદ કરાયેલા પ્રશ્નપત્રોને સીસીટીવી કેમેરા અને CISFની સુરક્ષા વચ્ચે સીલબંધ બોક્સમાં બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસ ખાતે મોકલવામાં આવે છે.

આ સીલબંધ બોક્સના ઈન્ચાર્જ પાસે ડિજિટલ ચાવી હોય છે. પ્રિન્ટિંગ પ્રેસના માલિક દ્વારા NTAના DG સાથે સંપર્ક કરીને ગુપ્ત કોડ મેળવ્યા બાદ જ બોક્સ ખોલી શકાય છે.

બોક્સ ખોલ્યા બાદ બહારની કોઈ વ્યક્તિને પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.

પ્રિન્ટિંગ પ્રેસમાં પણ પ્રશ્નપત્રની ગુપ્તતા જાળવાય છે

સરકારની રજૂઆત મુજબ, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા કર્મચારીઓને પણ કયા પ્રશ્નપત્રો કયા પરીક્ષા કેન્દ્ર પર મોકલવાના છે તેની જાણકારી હોતી નથી.

પ્રિન્ટિંગ બાદ પ્રશ્નપત્ર અને OMR શીટને અત્યંત સુરક્ષિત સીલબંધ કવરમાં રાખવામાં આવે છે. આ સીલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા ખંડમાં જ ખોલવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયા અંગે સરકારનો દાવો છે કે પ્રશ્નપત્રની ગુપ્તતા જાળવવા માટે અનેક સ્તરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, પેપરલીક અને પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે ઊભા થયેલા સવાલોના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં આ રજૂઆતો મહત્વપૂર્ણ બની છે.

vidIQ

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ