જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૨૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર દ્વારકા તાલુકામાં ઘાસચારા વિતરણનો પ્રારંભ.

દ્વારકા તાલુકામાં ઘાસચારા વિતરણનો પ્રારંભ.

પશુપાલકો માટે રાહતના સમાચાર, ઘાસચારા વિતરણથી પશુપાલકોમાં ખુશીનો માહોલ

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુપાલકોને રાહત મળે તે દિશામાં ઘાસચારા વિતરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દ્વારકા તાલુકામાં ઘાસચારા વિતરણ શરૂ થતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દ્વારકા તાલુકામાં યોજાયેલા ઘાસચારા વિતરણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી પબુભા માણેક, દ્વારકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પશુપાલકોને ઘાસચારો વિતરણ કરવામાં આવ્યો હતો.

પશુપાલકોને તેમના પશુધન માટે ઘાસચારાની ઉપલબ્ધતા મળી રહે અને મુશ્કેલીના સમયમાં રાહત મળે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાસચારા વિતરણના પ્રારંભથી પશુપાલકોને મોટી રાહત મળવાની આશા છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ દ્વારા પશુપાલકોની જરૂરીયાતો અંગે પણ જાણકારી મેળવવામાં આવી હતી. પશુપાલકોને સમયસર સહાય અને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

ઘાસચારા વિતરણ શરૂ થતાં દ્વારકા તાલુકાના પશુપાલકોમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ