જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૭૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું ગુજરાત ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક.

ગુજરાતીઓ માટે ખુશખબર: ઉદયપુર-અસારવા વંદે ભારત હવે સુરત સુધી દોડશે, જાણો નવું સમયપત્રક.

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે રેલવે બોર્ડે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલમાં ઉદયપુર સિટી અને અમદાવાદના અસારવા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે દક્ષિણ ગુજરાતના સુરત સુધી લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયથી સુરત, ભરૂચ, વડોદરા અને મધ્ય-દક્ષિણ ગુજરાતના મુસાફરોને ઉદયપુર અને શ્રીનાથદ્વારા જેવા લોકપ્રિય પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી સીધી સેમી-હાઈસ્પીડ ટ્રેન સેવા ઉપલબ્ધ થશે. વેપારીઓ, પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓને આ રૂટનો સીધો લાભ મળશે.

અઠવાડિયામાં 6 દિવસ દોડશે

નવી વ્યવસ્થા મુજબ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

સુરતથી ઉદયપુર સમયપત્રક

  • સુરત – સવારે 6:10 વાગ્યે પ્રસ્થાન
  • ભરૂચ – 6:51 થી 6:53
  • વડોદરા – 7:40 થી 7:45
  • આણંદ – 8:11 થી 8:13
  • મણિનગર – 8:41 થી 8:43
  • અસારવા – 9:25 થી 9:30
  • હિંમતનગર – 10:38 થી 10:40
  • શામળાજી રોડ – 11:08 થી 11:10
  • ડુંગરપુર – 11:42 થી 11:44
  • ઝાવર – 12:45 થી 12:47
  • ઉદયપુર સિટી – બપોરે 1:40 વાગ્યે આગમન

ઉદયપુરથી સુરત સમયપત્રક

  • ઉદયપુર સિટી – બપોરે 3:35 વાગ્યે પ્રસ્થાન
  • ઝાવર – 4:01 થી 4:03
  • ડુંગરપુર – 4:50 થી 4:52
  • શામળાજી રોડ – 5:27 થી 5:29
  • હિંમતનગર – 6:18 થી 6:20
  • અસારવા – 7:25 થી 7:30
  • મણિનગર – 7:58 થી 8:00
  • આણંદ – 8:50 થી 8:52
  • વડોદરા – 9:22 થી 9:27
  • ભરૂચ – 10:10 થી 10:12
  • સુરત – રાત્રે 11:00 વાગ્યે આગમન

રેલવે બોર્ડે રૂટ લંબાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે, આ નવી સેવા કઈ તારીખથી શરૂ થશે તેની સત્તાવાર જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યારબાદ મુસાફરો માટે બુકિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ