જાહેરાત
તાજા સમાચાર
માધવપુરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, ₹11,300 રોકડ કબજે. | ઝરમર વરસાદ વચ્ચે જામ્યો ખંભાળિયાનો રખ પાંચમનો મેળો, ઉમટ્યું માનવ મહેરામણ | ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA, 95%થી વધુ ઉત્પાદનો થશે ટેરિફ-ફ્રી | હિમાચલમાં ચોમાસાની ભારે તારાજી, ₹3,212 કરોડનું નુકસાન; 296 લોકોનાં મોત | માધવપુરમાં લોખંડના પાઇપ વડે હુમલાનો આક્ષેપઃ દારૂની માંગણી બાદ મારામારી. | વિશા શ્રીમાની દેરાવાસી જૈન સમાજ દ્વારા તપસ્વીઓના પારણાનું આયોજન. | હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતઃ 296 મોત, 59 રસ્તા બંધ અને ₹3,212 કરોડથી વધુનું નુકસાન. | અગ્નિશમન સેવાનો કાફલો થયો વધુ મજબૂતઃ જામનગરને મળ્યા 10 નવા વાહનો. | તારીખ : ૧૬/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 16 સપ્ટેમ્બર |
પાછા મુખ્ય સમાચાર પર
સ્પોર્ટ્સ ૬૨ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

સ્પોર્ટ્સ અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન.

અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન.

અમદાવાદ: રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે વાર્ષિક એવોર્ડ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીન સહિત રમતગમત જગતના અગ્રણીઓ, ખેલાડીઓ, કોચ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત, પ્રાકૃતિક કૃષિ અને સારા સંસ્કારો દ્વારા જ સશક્ત ભારતનું નિર્માણ શક્ય છે. તેમણે બાળકોમાં વધતી મોબાઈલ અને સ્ક્રીનની લત અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે રમતના મેદાનો જ યુવાનોને યોગ્ય દિશા આપી શકે છે. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુળના પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે કઠોર શિસ્ત અને નિયમિત તાલીમ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે. તેમણે પાંચ વર્ષની વયથી જ બાળકોની રમત પ્રતિભા ઓળખી વૈજ્ઞાનિક રીતે તાલીમ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.

રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીને જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે હાલમાં હજારો ખેલાડીઓને વાર્ષિક સ્કોલરશિપ અને વિશ્વસ્તરીય કોચિંગની સુવિધા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિકસિત અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવામાં મદદરૂપ બની રહી છે.

આ પ્રસંગે ગુજરાતના રમતગમત ક્ષેત્રે દીર્ઘકાલીન યોગદાન બદલ બે દિગ્ગજોને પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વવિખ્યાત ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના કોચ રહી ચૂકેલા શ્રી મયૂર પટેલ તેમજ ગુજરાત ક્રિકેટમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને ઘડનાર કોચ શ્રી જયપ્રકાશભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમિયાન ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 17થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ, કોચ અને અગ્રણીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ સન્માનિત ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદી, મંત્રી નરેન્દ્ર પંચોલી, સંરક્ષક હિતેશ પટેલ, ઉપપ્રમુખ સાબુ ચેરિયન, રામકૃષ્ણન પંડિત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ, વરિષ્ઠ પત્રકારો અજય ઉમટ, ઉદય પટેલ, કૌશિક શાહ સહિત વિવિધ રમત સંસ્થાઓના હોદ્દેદારો, કોચ, ખેલાડીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ