જાહેરાત
તાજા સમાચાર
AI ‘જૂઠું બોલવા’ અને ‘મનમાની’ કરવા લાગ્યું? દાવાઓ વચ્ચે હકીકત શું છે? | ઘુમલી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના વનમહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ. | ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 3,000 જગ્યાઓ પર ભરતી, અરજીથી પરીક્ષા સુધીનો સંભવિત કાર્યક્રમ જાહેર. | કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત, વર્ક પરમિટ પ્રક્રિયા માટે હવે મળશે 90 દિવસનો સમય. | અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખેલાડીઓ અને કોચનું સન્માન. | રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં MSME ક્ષેત્રને બેન્કિંગ ક્ષેત્રનો મજબૂત ટેકો, ₹3.79 લાખ કરોડનું ધિરાણ. | ખંભાળિયામાં રક્ષાબંધનના દિવસે કરુણ અકસ્માત: બાઈક આડે ગાય આવતાં 19 વર્ષીય યુવતીનું મોત. | PM મોદી આજે તાશ્કંદ રવાના, SCO સમિટમાં ભાગ લેશે; ઉઝબેકિસ્તાન સાથે વ્યૂહાત્મક સંબંધોને મળશે નવી દિશા. | રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં અકસ્માતોમાં ચિંતાજનક વધારો, 700થી વધુ અકસ્માત નોંધાયા. | ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદની 31% ઘટથી ખેડૂતોમાં ચિંતા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૯ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર ઘુમલી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના વનમહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.

ઘુમલી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના વનમહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ.

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઐતિહાસિક ઘુમલી ખાતે આજે જિલ્લા કક્ષાના વનમહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી તથા ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના હસ્તે વૃક્ષારોપણ કરી હરિયાળું અને પર્યાવરણમૈત્રી સમાજ નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ પ્રીતેશ ડાંગર, તાલુકા પંચાયતના સભ્યો, ભાણવડ નગરપાલિકાના પ્રમુખ પ્રિયેશ ઉનડટક, ઉપપ્રમુખ હિતેશ જોશી, શહેર ભાજપ પ્રમુખ અજય કરાવદરા, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ પાથર સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વનમહોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા તેમજ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ જાળવવા સૌને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને પર્યાવરણ બચાવવાના સંકલ્પ સાથે હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

 

રિપોર્ટર મયુર મોદી ભાણવડ 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ