જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૦ વાર જોવાયેલ • 2 મહિના પેહલા

મારું શહેર જામનગરમાં મકાન ધરાશાયી થયા બાદ મનપાની તાત્કાલિક કાર્યવાહી.

જામનગરમાં મકાન ધરાશાયી થયા બાદ મનપાની તાત્કાલિક કાર્યવાહી.

સેન્ટ્રલ બેંક, રૂગનાથ ફળી વિસ્તારમાં ધરાશાયી થયેલા મકાનનું ડિમોલેશન; કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ

જામનગર: જામનગરના સેન્ટ્રલ બેંક, રૂગનાથ ફળી વિસ્તારમાં ગઈકાલે એક મકાનનો ભાગ ધરાશાયી થયા બાદ આજે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

મનપાની ફાયર શાખા, એસ્ટેટ શાખા અને ટી.પી.ઓ. શાખાની ટીમો દ્વારા સ્થળ પર પહોંચી ધરાશાયી થયેલા મકાનના બાકી રહેલા જોખમી ભાગનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જર્જરિત બાંધકામના કારણે વધુ નુકસાન કે અકસ્માત ન સર્જાય તે માટે મનપા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

ડિમોલેશનની કામગીરી સાથે સ્થળ પર પડેલા કાટમાળને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમો દ્વારા કાટમાળ હટાવી સ્થળને સુરક્ષિત બનાવવાની કામગીરી હાલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

 

ગઈકાલની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, આજે મનપાની વિવિધ શાખાઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાતા જોખમી બાંધકામને દૂર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં આવા અન્ય જર્જરિત અને જોખમી મકાનોની પણ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ