જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત.

ગોંડલના ભોજપરામાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ, 2,695 કિલો શંકાસ્પદ તેલ જપ્ત.

ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીમાં ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની આશંકા વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. ‘મુરલીધર પ્રોટીન્સ’ નામના શેડમાં તપાસ દરમિયાન 2,695 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થળ પરથી વિવિધ બ્રાન્ડના તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ જથ્થો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિવિધ પ્રકારનું શંકાસ્પદ તેલ મળી આવ્યું

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા જથ્થામાં સન ગોલ્ડ સનફ્લાવર તેલ, કીંગ સનફ્લાવર તેલ, મહારાણી કપાસીયા તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે વેપાર સાથે સંકળાયેલા જયદેવ ડાંગર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ભેળસેળનું નેટવર્ક કેટલું મોટું?

પોલીસે હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી, શંકાસ્પદ તેલનો કેટલો જથ્થો અગાઉ બજારમાં પહોંચાડવામાં આવ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

શંકાસ્પદ તેલના નમૂનાઓની તપાસ બાદ તેની ગુણવત્તા અને તેમાં ખરેખર ભેળસેળ થઈ હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે. ઘટનાને પગલે ભોજપરા સહિત સમગ્ર ગોંડલ પંથકમાં ખાદ્ય તેલના વેપારને લઈને ચર્ચા તેજ બની છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ