જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૯૯ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધનની વિશેષ ભેટ, રોડ વિકાસ માટે રૂ. 28 કરોડની ગ્રાન્ટ ફાળવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધનની વિશેષ ભેટ, રોડ વિકાસ માટે રૂ. 28 કરોડની ગ્રાન્ટ ફાળવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન પર્વની અનોખી ભેટ આપતાં તેમના મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કુલ રૂ. 28 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય હેઠળ રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતી કુલ 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારના વિકાસ માટે પ્રત્યેકને રૂ. 2 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. તેમાં શહેરી વિસ્તારની 9 અને ગ્રામ્ય વિસ્તારની 5 મહિલા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીના નિર્ણય મુજબ ફાળવવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત મતવિસ્તારોમાં રોડ-રસ્તાના માળખાકીય વિકાસ, માર્ગોના સુધારણા, કનેક્ટિવિટી વધારવા તેમજ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કામો માટે કરવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ ગ્રાન્ટના કારણે મહિલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં લોકોની પ્રાથમિક જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂર્ણ કરી શકશે. ખાસ કરીને રોડ અને પરિવહન સુવિધાઓમાં સુધારો થતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ અને સુગમ બનશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને રક્ષાબંધનના પર્વ નિમિત્તે મહિલા જનપ્રતિનિધિઓને અપાયેલી વિકાસલક્ષી ભેટ તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આ પગલાથી સંબંધિત મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને નવી ગતિ મળશે અને સ્થાનિક લોકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ