જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૨ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન.

સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે સમૂહ ભોજન અને સામાન્ય સભાનું આયોજન.

સતર તાલુકા ઔદીચ્ય બ્રહ્મ મિત્ર મંડળ દ્વારા બળેવ નિમિત્તે 28 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વકર્મા ની વાડી ખાતે સમૂહ ભોજન, સામાન્ય સભા તેમજ પૂર્વ પ્રમુખો અને દાતાશ્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન સ્વાગત બાદ મંત્રીશ્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જ્યારે ખજાનચી શ્રી કનૈયાલાલ જોશીએ ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો.

 

પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખ ડો. દેવાંશુ શુક્લ અને શ્રી અરુણભાઈ શુક્લનું શાલ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દાતાશ્રી શ્રી દીપકભાઈ દવે અને શ્રી હર્ષદભાઈ દવેનું અનુક્રમે ઉપપ્રમુખ શ્રી હેમંત પાઠક અને મંત્રી શ્રી ધર્મેન્દ્ર રાવલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી શ્રી જયદીપ રાવલે કર્યું હતું. મંડળના તમામ કારોબારી સભ્યોના સહયોગ અને આયોજનથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

પ્રમુખ શ્રી અશોકભાઈ ભટ્ટે આગામી સમયમાં સમાજની જગ્યાના વિકાસ અને વિવિધ આયોજનો માટે દાન આપવાની અપીલ કરતાં સભ્યો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કાર્યક્રમના અંતે તમામ સભ્ય પરિવારો સમૂહ ભોજન પ્રસાદનો લાભ લઈ આનંદપૂર્ણ વાતાવરણમાં વિદાય થયા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ