જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૭૪ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું શહેર ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ.

ભાટિયામાં તિલાક નદી પર નવા કોઝવેનું લોકાર્પણ, વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ.

જામ-કલ્યાણપુર તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ભાટિયા ગામે તિલાક નદી પર નિર્માણ પામેલા નવા કોઝવેનું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ પુરીબેન બાબુભાઈ ગોજીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

શિવ પાર્ક-2, વાણંદ સોસાયટી, શ્રીજીનગર તેમજ વાડી વિસ્તારને જોડતો આ કોઝવે શરૂ થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાતા આ વિસ્તારોના રહેવાસીઓ અને ખેડૂતોને ગામમાં આવવા-જવા માટે લાંબો ચક્કર મારવો પડતો હતો. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.

સ્થાનિક રહેવાસીઓ, સોસાયટીવાસીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખી તાલુકા પંચાયત દ્વારા કોઝવેનું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે હવે આ વિસ્તારના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે.

લોકાર્પણ પ્રસંગે પૂર્વ ઉપસરપંચ બાબુભાઈ ગોજીયા, જેઠાભાઈ ચાવડા (જેટકો), પરેશભાઈ દાવડા, ઉકાભાઈ કણજારિયા, વેપારી આગેવાન નીતિનભાઈ નથવાણી, સતવારા સમાજના પ્રમુખ નરસિંહભાઈ સોનગરા, મશરીભાઈ ગોજીયા, ઓશુભાઈ ચાકી, કલાભાઈ પરમાર સહિત ગ્રામજનો અને સોસાયટીવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પુરીબેન ગોજીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ભાટિયા ગામના રોડ-રસ્તા અને પાણી સંબંધિત પ્રશ્નોના પણ તબક્કાવાર ઉકેલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ ગામના મુખ્ય માર્ગોના વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે.

સ્થાનિક લોકોએ પણ પી.આર.એસ. હાઈસ્કૂલથી આશાપુરા મંદિર સુધીનો માર્ગ તથા કેસરિયા તળાવ પાછળનો રસ્તો અત્યંત જર્જરિત હોવાથી બંને માર્ગોનું તાત્કાલિક નવીનીકરણ કરવાની માંગ કરી હતી.

 

અહેવાલ અશ્વિન જોશી ભાટીયા

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ