જાહેરાત
તાજા સમાચાર
નાગેશ્વર-મૂળવાસર રોડ પર ફાયરબ્રિગેડની ગાડી પલટી, ભેંસોના બચાવ દરમિયાન અકસ્માત. | ભાણવડમાં ગૌશાળા નજીકથી રિક્ષામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે. | IIT દિલ્હીના દીક્ષાંત સમારોહમાં PM મોદીનું સંબોધન, યુવાનોને કહ્યું- ‘ડિગ્રી નહીં, સપના લઈને નીકળી રહ્યા છો’ | ઈરાનના સુપ્રીમ લીડર મોજ્તબા ખામેનેઈની તબિયત અત્યંત નાજુક હોવાનો દાવો | Gen-Z પર કંગના રણૌતનો યુ-ટર્ન, 10 દિવસમાં બદલાયું વલણ | મક્કામાં ત્રણ દેશોનો સંયુક્ત રક્ષા કરાર | ઉત્તરાખંડમાં ઘર બનાવવા રિષભ પંતની ઈચ્છા, CM ધામીને કરી ખાસ અપીલ | અમદાવાદમાં નવી ફાયર સેફ્ટી જોગવાઈની તૈયારી: ગગનચુંબી ઈમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાની વિચારણા | સોનગઢના સાદડવેલમાં ‘એક પેડ માં કે નામ 3.0’નો વિરાટ વૃક્ષારોપણ મહાયજ્ઞ, 4 હજારથી વધુ ગ્રામજનો જોડાયા. | ગુજરાતમાં એનાલોગ પનીર-બટર પર પ્રતિબંધની અસર, હોટલ-રેસ્ટોરન્ટના મેનુમાં મોટો ફેરફાર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૦ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર સોનગઢના સાદડવેલમાં ‘એક પેડ માં કે નામ 3.0’નો વિરાટ વૃક્ષારોપણ મહાયજ્ઞ, 4 હજારથી વધુ ગ્રામજનો જોડાયા.

સોનગઢના સાદડવેલમાં ‘એક પેડ માં કે નામ 3.0’નો વિરાટ વૃક્ષારોપણ મહાયજ્ઞ, 4 હજારથી વધુ ગ્રામજનો જોડાયા.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડવેલ ગામે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના ગામોના હજારો ગ્રામજનો સ્વયંભૂ જોડાયા હતા. એકસાથે મોટા પાયે વૃક્ષારોપણ કરીને તાપી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તાપી જિલ્લામાં યોજાતા આ પ્રકારના વૃક્ષારોપણ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો હેતુ માત્ર વૃક્ષ વાવવાનો નથી, પરંતુ માતા અને માતૃભૂમિ પ્રત્યેના સન્માન સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પણ છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આસપાસના ગામોના લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે. જોકે માત્ર વૃક્ષ વાવી દેવું પૂરતું નથી, પરંતુ વાવેલા રોપાનું નિયમિત જતન કરીને તેને મોટું વૃક્ષ બનાવવાની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. હજારો લોકોની ભાગીદારી એ વાતનો સંકેત આપે છે કે તાપી જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સતત વધી રહી છે.

આ પ્રસંગે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે આદિવાસી સમાજના પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આદિવાસી સમાજ પેઢીઓથી પ્રકૃતિના ખોળામાં જીવન જીવતો આવ્યો છે અને વૃક્ષો તથા જંગલો પ્રત્યે તેમનો ઊંડો લગાવ રહ્યો છે. આ પ્રકૃતિપ્રેમ અને વન સંરક્ષણમાં સતત મળતા સહયોગના કારણે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અનેક જંગલ વિસ્તારોનું જતન થઈ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યા બાદ આસપાસના વિસ્તારોમાંથી આવેલા અંદાજે 4 હજાર જેટલા ગ્રામજનોએ પણ એકસાથે વૃક્ષો વાવ્યા હતા. આ વિશાળ જનભાગીદારી દ્વારા સાદડવેલ ગામમાંથી સમગ્ર ગુજરાત અને દેશને વૃક્ષારોપણ તથા પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરીને આદિવાસી સમુદાયની પ્રકૃતિ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી.

 

કાર્યક્રમમાં રમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, ધારાસભ્યો મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈ અને નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત વહીવટી તંત્ર, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી, આદિવાસી એકતા અને વિકાસ સંગઠન તાપી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક દિવસના વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક રોપાનું જતન થાય તેવો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાદડવેલમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ભાગીદારીથી યોજાયેલો આ વૃક્ષારોપણ મહાયજ્ઞ તાપી જિલ્લાના પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણની ભાવનાનું જીવંત ઉદાહરણ બન્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ