જાહેરાત
તાજા સમાચાર
IIT દિલ્હીના દીક્ષાંત સમારોહમાં PM મોદીનું સંબોધન, યુવાનોને કહ્યું- ‘ડિગ્રી નહીં, સપના લઈને નીકળી રહ્યા છો’ | ઈરાનના સુપ્રીમ લીડર મોજ્તબા ખામેનેઈની તબિયત અત્યંત નાજુક હોવાનો દાવો | Gen-Z પર કંગના રણૌતનો યુ-ટર્ન, 10 દિવસમાં બદલાયું વલણ | મક્કામાં ત્રણ દેશોનો સંયુક્ત રક્ષા કરાર | ઉત્તરાખંડમાં ઘર બનાવવા રિષભ પંતની ઈચ્છા, CM ધામીને કરી ખાસ અપીલ | અમદાવાદમાં નવી ફાયર સેફ્ટી જોગવાઈની તૈયારી: ગગનચુંબી ઈમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાની વિચારણા | ગુજરાતમાં એનાલોગ પનીર-બટર પર પ્રતિબંધની અસર, હોટલ-રેસ્ટોરન્ટના મેનુમાં મોટો ફેરફાર | શ્રીલંકા સામેની ટેસ્ટ પહેલાં દેવદત્ત પડિક્કલની ધમાકેદાર સદી, નંબર-3 માટે દાવો મજબૂત | તેલંગાણા હાઈકોર્ટની મફત યોજનાઓ પર કડક ટિપ્પણીઃ ‘આ સિલસિલો ચાલુ રહ્યો તો કુબેર પણ કંગાળ થઈ જશે’ | દ્વારકામાં પૈસાની માંગણી મુદ્દે વિવાદઃ ત્રણ સામે પોલીસ ફરિયાદ, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત અમદાવાદમાં નવી ફાયર સેફ્ટી જોગવાઈની તૈયારી: ગગનચુંબી ઈમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાની વિચારણા

અમદાવાદમાં નવી ફાયર સેફ્ટી જોગવાઈની તૈયારી: ગગનચુંબી ઈમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાની વિચારણા

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન મહત્વની ચર્ચા થઈ હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠ સમક્ષ ફાયર સેફ્ટી વ્યવસ્થામાં રહેલી મર્યાદાઓ અને ખામીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન પાર્ટી ઈન પર્સન એડવોકેટ અમિત પંચાલે બાલવાડી, પ્લેગ્રુપ સહિતના સ્થળોએ ફાયર સેફ્ટી સિસ્ટમની વ્યવહારિક મર્યાદાઓ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. નાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહેતા આવા સ્થળોએ આગ જેવી કટોકટી સર્જાય ત્યારે તેમને ઝડપથી બહાર કાઢવા માટેની વ્યવસ્થા કેટલી અસરકારક છે, તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટ સમક્ષ ભવિષ્યની બિલ્ડિંગ ડિઝાઇન અને ફાયર સેફ્ટીને લઈને મહત્વપૂર્ણ નિવેદન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવનારા સમયમાં કોમનવેલ્થ 2030 જેવી વૈશ્વિક કક્ષાની રમતોત્સવની ઈવેન્ટ યોજાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસ અને બાંધકામના નિયમોમાં જરૂરી ફેરફાર કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી હોવાનું જણાવાયું હતું.

સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નવા CGDCR (Comprehensive General Development Control Regulations) લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવી જોગવાઈઓમાં ઊંચી ઇમારતોમાં આગ જેવી આપત્તિ સમયે લોકો માટે સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવાની વિચારણા કરવામાં આવી છે.

આ પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળ બાદ એક માળ ખાલી રાખવાનો નિયમ લાવવામાં આવશે. આ ખાલી માળનો ઉપયોગ ઈમરજન્સી સમયે લોકોના એકત્ર થવા માટે થઈ શકે છે. આગ કે અન્ય આપત્તિ દરમિયાન સીધી રીતે નીચે જવું મુશ્કેલ બને ત્યારે આ પ્રકારના સેફ્ટી ફ્લોર લોકોને થોડા સમય માટે સુરક્ષિત આશ્રય આપી શકે છે અને રેસ્ક્યુ ટીમને પણ બચાવ કામગીરીમાં મદદરૂપ થઈ શકે છે.

આ ઉપરાંત હાઈકોર્ટે જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી અંગેની મોકડ્રીલ યોજવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. માત્ર ફાયર સેફ્ટી સાધનો લગાવી દેવા પૂરતું નથી, પરંતુ કટોકટી સમયે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને લોકોને સુરક્ષિત રીતે બહાર કેવી રીતે કાઢવા તે અંગે પણ વ્યવહારિક તાલીમ જરૂરી છે.

ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓ બાદ ફાયર સેફ્ટી હવે માત્ર નિયમો અને એનઓસી પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેની અસરકારક અમલવારી અને નિયમિત ચકાસણી થાય તે મહત્વનું બન્યું છે. હાઈકોર્ટની કાર્યવાહી અને રાજ્ય સરકાર દ્વારા નવા CGDCRમાં સૂચવાઈ રહેલી જોગવાઈઓને જોતા ઊંચી ઇમારતો તેમજ જાહેર સ્થળોની સલામતી વ્યવસ્થામાં આગામી સમયમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ