જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં કચરા વ્યવસ્થાપન માટે વધુ 200 કરોડના ટેન્ડરો! ઉકેલ આવશે કે ફરી પ્રજાના નાણાંનો ધુમાડો? | ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ | દિલ્હીમાં મોતના મકાનો: એક વર્ષમાં 6 મોટી દુર્ઘટનાઓ, 35 લોકોના મોત છતાં તંત્ર હજુ નિષ્ક્રિય. | ગુજરાતના ખેડૂતો પર 74 હજાર કરોડથી વધુ દેવું: વધતા ખર્ચ, કુદરતી આફતો અને અધૂરી આશાઓ વચ્ચે ખેતીનું વધતું સંકટ. | કોલા અને પાણી બાદ હવે ₹10માં આઈસ્ક્રીમ! અંબાણીએ ‘બોમ્બે ક્રીમરી’થી બજારમાં એન્ટ્રી | ગુજરાતમાં જળાશયોની ચિંતાજનક સ્થિતિ: ગયા વર્ષે 86 ડેમ છલોછલ, આ વર્ષે માત્ર 20 જ ભરાયા. | દુનિયાનો નકશો બદલાશે! UNએ ‘Equal Earth’ નકશાને આપી મંજૂરી | ગુજરાતમાં વધતું નશાનું દૂષણ: અંદાજે 40 લાખ લોકો વ્યસનના શિકાર. | રાજકોટ-સોમનાથ રેલવે સેક્શનમાં બ્લોક: 8 સપ્ટેમ્બરે ટ્રેન વ્યવસ્થામાં ફેરફાર. | મોંઘવારી વચ્ચે રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો: હવે 3 કિલોના બદલે માત્ર 1 કિલો ચોખા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ

ગુજરાતમાં નશાખોરીનું વધતું જાળું, 40 લાખ લોકો બંધાણી હોવાનો અંદાજ

ગુજરાતમાં નશાખોરીનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. અંદાજ મુજબ રાજ્યમાં આશરે 40 લાખ લોકો નિયમિત રીતે દારૂ, ચરસ, ગાંજો, અફીણ કે સિન્થેટિક ડ્રગ્સ જેવા નશાના બંધાણી હોવાનું કહેવાય છે.

આ પૈકી આશરે 20 લાખ લોકો દારૂના નશાના બંધાણી છે, જ્યારે અન્ય 20 લાખ લોકો વિવિધ પ્રકારના નશાના શિકાર હોવાનું જણાવાય છે. આ ઉપરાંત લગભગ 9 લાખ લોકો પેઇનકિલરનો નશો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચિંતાજનક બાબત એ છે કે 2 લાખથી વધુ મહિલાઓ પણ નશાની લતે ચડી હોવાનું કહેવાય છે. જોકે, આ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.

ગુજરાતની અંદાજિત 7 કરોડની વસ્તી સામે જોવામાં આવે તો આશરે 10 ટકા એટલે કે 70 લાખ લોકો વારેતહેવારે કોઈને કોઈ પ્રકારનો નશો કરતા હોવાનો અંદાજ છે. જેમાંથી લગભગ 40 લાખ લોકો નિયમિત નશો કરતા હોવાનો દાવો છે.

નશાખોરી માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ પરિવાર અને સમગ્ર સમાજને અસર કરતી ગંભીર સમસ્યા છે. નશાના વધતા પ્રમાણને અટકાવવા માટે કડક કાર્યવાહી સાથે વ્યસનમુક્તિ, કાઉન્સેલિંગ અને પુનર્વસન પર પણ ભાર મૂકવાની જરૂરિયાત સામે આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ