જાહેરાત
તાજા સમાચાર
માધવપુરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, ₹11,300 રોકડ કબજે. | ઝરમર વરસાદ વચ્ચે જામ્યો ખંભાળિયાનો રખ પાંચમનો મેળો, ઉમટ્યું માનવ મહેરામણ | ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA, 95%થી વધુ ઉત્પાદનો થશે ટેરિફ-ફ્રી | હિમાચલમાં ચોમાસાની ભારે તારાજી, ₹3,212 કરોડનું નુકસાન; 296 લોકોનાં મોત | માધવપુરમાં લોખંડના પાઇપ વડે હુમલાનો આક્ષેપઃ દારૂની માંગણી બાદ મારામારી. | વિશા શ્રીમાની દેરાવાસી જૈન સમાજ દ્વારા તપસ્વીઓના પારણાનું આયોજન. | હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતઃ 296 મોત, 59 રસ્તા બંધ અને ₹3,212 કરોડથી વધુનું નુકસાન. | અગ્નિશમન સેવાનો કાફલો થયો વધુ મજબૂતઃ જામનગરને મળ્યા 10 નવા વાહનો. | તારીખ : ૧૬/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 16 સપ્ટેમ્બર |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૫૦ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

સબરસ ન્યૂયોર્કમાં ભારતીય તિરંગાના અપમાનનો આરોપ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક પ્રતિક્રિયા.

ન્યૂયોર્કમાં ભારતીય તિરંગાના અપમાનનો આરોપ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક પ્રતિક્રિયા.

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભારતીય તિરંગાના કથિત અપમાનની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, 29 ઓગસ્ટે મેડિસન સ્ક્વેર ગાર્ડનના ઇન્ફોસિસ થિયેટરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના સંબોધન સાથે 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની બહાર કેટલાક ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપો સામે આવ્યા છે. ઉપરાંત, મોહન ભાગવતના કટઆઉટને જૂતાની માળા પહેરાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.

આ ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે સરકાર, રાજકીય પક્ષો અથવા સંગઠનોની ટીકા કરવી દરેકનો અધિકાર છે, પરંતુ ભારત અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. તેમણે રાષ્ટ્રધ્વજના અપમાન સામે કડક વલણ અપનાવવાની ચેતવણી પણ આપી છે.

આ ઘટના અંગે સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી અંગે સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ