જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૦૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સબરસ નેપાળ પૂર હોનારત: ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા, SEOC/DEOCએ જાહેર કરી યાદી.

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 18 લોકો સંપર્ક વિહોણા, SEOC/DEOCએ જાહેર કરી યાદી.

નેપાળમાં આવેલા વિનાશક પૂરના પગલે ગુજરાતના અનેક પ્રવાસીઓ અને નાગરિકો પ્રભાવિત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા સાંજે 5 વાગ્યા સુધી પ્રાપ્ત માહિતીના આધારે ગુજરાતના કુલ 18 લોકો સંપર્ક વિહોણા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

 

રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંબંધિત તમામ જિલ્લા વહીવટી તંત્ર, ભારતીય દૂતાવાસ અને નેપાળના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી ગુમ થયેલા ગુજરાતીઓની શોધખોળ અને તેમની સલામતી અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સંપર્ક વિહોણા લોકો અંગેની માહિતી સતત અપડેટ થઈ રહી છે. બચાવ કામગીરી આગળ વધતા કેટલાક લોકોનો સંપર્ક થઈ શકે છે અથવા યાદીમાં ફેરફાર થઈ શકે છે. તેથી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.

 

રાજ્ય સરકારે નેપાળમાં રહેલા ગુજરાતીઓ તેમજ તેમના પરિવારજનોને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે અને કોઈપણ માહિતી અથવા સહાય માટે જિલ્લા નિયંત્રણ કક્ષ તથા સંબંધિત સત્તાવાળાઓનો સંપર્ક કરવા જણાવ્યું છે.

SEOC/DEOC દ્વારા સાંજે 5 વાગ્યા સુધીમાં સંપર્ક વિહોણા થયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ