જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૦૧ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ નેપાળમાં ફરી પૂરનો ખતરો, તિબેટ તરફથી વધુ પાણી આવવાની ચેતવણી બાદ હાઈ એલર્ટ.

નેપાળમાં ફરી પૂરનો ખતરો, તિબેટ તરફથી વધુ પાણી આવવાની ચેતવણી બાદ હાઈ એલર્ટ.

કાઠમંડુ: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ સ્થિતિ હજુ સામાન્ય બની નથી ત્યાં ફરી એક વખત મોટા પૂરનો ખતરો ઉભો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ શુક્રવારે તિબેટ તરફથી વધુ એક ડેમ તૂટવાની આશંકાને પગલે નેપાળના તંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ આવેલા વિનાશક પૂરના કારણે અનેક વિસ્તારોમાં હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી. જોકે નવા જોખમની ચેતવણી બાદ બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. બચાવ દળોને તેમના સાધનો અને વાહનો સાથે સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અહેવાલો મુજબ, નેપાળમાં આવેલા અગાઉના પૂર બાદ હજારો લોકો પ્રભાવિત થયા છે. અનેક લોકો હજુ પણ ગુમ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

નેપાળ પોલીસે જાહેર કરેલા એલર્ટ મુજબ તિબેટ તરફથી ફરી પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. ખાસ કરીને ધાડિંગ સહિતના વિસ્તારોમાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે. લોકોને જરૂરી દસ્તાવેજો, દવાઓ અને આવશ્યક સામગ્રી સાથે ઊંચાણવાળા વિસ્તારોમાં જવા સૂચના આપવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર સંભવિત જોખમ ધરાવતા ડેમમાં આશરે 20 લાખ ઘનમીટર પાણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો આ પાણીનો મોટો પ્રવાહ નીચે તરફ આવે તો નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ચીન તરફ પણ બચાવ કામગીરીમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ટીમોને વધુ સુરક્ષિત અંતરે ખસેડવામાં આવી છે.

અધિકારીઓના અંદાજ મુજબ જો પાણીનો પ્રવાહ વધે તો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં અંદાજે અઢીથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે. તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસનના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ