જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૯૬ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

મારું ગુજરાત ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ.

ગુજરાતમાં મોસમી રોગચાળો નિયંત્રણમાં, H1N1 સામે આરોગ્ય વિભાગ સજ્જ.

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ મેળવ્યા બાદ હવે સીઝનલ ફ્લૂ એટલે કે H1N1 સામેની આગોતરી સજ્જતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યની સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડિન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. બેઠકમાં હાલની સ્થિતિ અને આગામી દિવસોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં H1N1ના દર્દીઓની હાલત સામાન્ય છે અને હાલમાં કોઈ ગંભીર ઉપદ્રવ નથી. દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં H1N1ના કેસો નોંધાઈ રહ્યા છે અને ત્યાંથી ફ્લાઇટ, ટ્રેન તથા બસ મારફતે ગુજરાતમાં સતત લોકોનું આવાગમન થતું હોવાથી રાજ્યનું આરોગ્ય તંત્ર સાવચેતીના ભાગરૂપે આગોતરી તૈયારી કરી રહ્યું છે. મંત્રીએ નાગરિકોને ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવી આરોગ્ય વિભાગની તૈયારીઓ પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.

 

બેઠક દરમિયાન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વર્ષ ૨૦૧૯ની H1N1 ગાઇડલાઇન મુજબ દર્દીઓના સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને સારવારની પ્રક્રિયાનું ચોક્કસ પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. ઇમરજન્સી વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવા પણ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ સરકારી હોસ્પિટલોમાં H1N1 સહિતના દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો, ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ ચોમાસા દરમિયાન ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો અને સીઝનલ ફ્લૂ જેવા રોગોના નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. તેમણે હોસ્પિટલોમાં દર્દીઓને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. હોસ્પિટલોમાં કોઈ ટેકનિકલ અથવા સ્ટાફ સંબંધિત સમસ્યા હોય તો તેનો આંતરિક સ્તરે તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ દર્દીઓની સારવારમાં વિક્ષેપ ન પડે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવાયું હતું. સાથે જ સરકારી હોસ્પિટલોમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ