જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
ટૉપ ન્યૂઝ ૧૦૭ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

ટૉપ ન્યૂઝ એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દમાસ્કસથી દિલ્હી જતી ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, BDS અને પોલીસ ટીમો તૈનાત

દમાસ્કસથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ પર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની ટીમ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

ધમકી મળ્યા બાદ ફ્લાઈટ અને તેમાં સવાર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. BDS ટીમ દ્વારા વિમાનની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફ્લાઈટને મળેલી ધમકી સાચી હતી કે માત્ર અફવા, તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ